અમેરિકી ડેરી ઉત્પાદનો માટે ભારત બજાર ખુલ્લા મુકશે !

અમેરિકી ડેરી ઉત્પાદનો માટે ભારત બજાર ખુલ્લા મુકશે !
ટ્રમ્પ વ્યાપાર સમજૂતી કરવા અમેરિકી ડેરી અને ચિકન લેગ્સની આયાતની ઓફર થશે
નવી દિલ્હી/વોશિંગ્ટન  તા. 14: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ સત્તાવાર ભારત મુલાકાત દરમિયાન સીમિત વ્યાપાર સમજુતી માટેના પ્રયાસમાં ભારતે તેની પોલ્ટ્રી (ખોરાક માટેના મરઘાબતકાં) અને ડેરી બજારો અંશિક રીતે ખૂલ્લા મૂકવાની ઓફર કરી હોવાનું આ બાબત સંબંધિત વાટાઘાટથી માહિતગાર લોકો જણાવે છે. વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક રાષ્ટ્ર ભારતે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા 8 કરોડ ગ્રામીણ કુટુંબોની આજીવિકા રક્ષવા ડેરી આયાત પરંપરાગતપણે મર્યાદિત રાખી છે, પરંતુ બેઉ દેશોનો નાતો ફરી મજબૂત બનાવવવાની નેમથી આ અવરોધો કંઈક હટાવવાને પ્રયાસ કરી રહ્યા છે.
ભારતે અમેરિકી ચિકન લેગ્સ, ટર્કીની તેમ જ બ્લુબેરી અને ચેરીઝ જેવી પેદાશોની આયાત કરવા દેવાની તેમ જ ચિકન લેગ પરની ટેરીફમાં સો ટકાથી 2પ ટકા ઘટ આપવાની ઓફર કરી હોવાનું ભારત સરકારનાં સૂત્રો જણાવે છે.મોદી સરકાર ભારતની ડેરી બજારમાં થોડી પહોંચ (એક્સેસ) ઓફર કરશે, પણ તે ય પાંચ ટકા ટેરીફ અને કવોટા સાથે. વળી ડેરી પેદાશોમાં એવું સર્ટી. હોવું જરૂરી રહેશે કે તે, આંતરિક અવયવો, બ્લડ મીલ કે રુમિનન્ટ્સના ટીશ્યુઝના ખોરાક પર નભતા પ્રાણીમાંથી નથી બનાવાયેલી.
પીએમ મોદીએ કાર્ડિયાક સ્ટેન્ટ્સ અને ની ઈમ્પ્લાન્ટ્સ જેવા તબીબી ઉપકરણો પર પીએમ મોદીએ ભાવબાંધણું ઠરાવ્યું, નવી ડેટા લોકલાઈઝેશન જરૂરિયાતો દાખલ કરી અને ઈ-કોમર્સ નિયંત્રણો મૂકયા બાદ, ટ્રમ્પ પ્રશાસને,  છેક ’70ના દાયકાથી ભારતને અપાતો આવેલો ખાસ વ્યાપાર દરજ્જો સ્થગિત કરી દીધો છે. ટ્રમ્પના ભારતપ્રવાસે આશા જગાવી છે કે ટેરીફ ઘટાડા અને અન્ય છુટછાટોના બદલામાં તેઓ ભારતના કેટલાક અમેરિકી ટ્રેડ પ્રેફરન્સીસ પુન:સ્થાપિત કરશે. ’18માં દ્વિપક્ષી માલસામાનનો વ્યાપાર 142 અબજ ડોલરને આંબી ગયો હતો. ’19માં અમેરિકાને ભારત સાથે 23.2 અબજ ડોલરની માલસામાન વ્યાપાર ખાધ રહી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer