વિદ્યા બાલન હવે ‘શેરની’ મિશન મંગલની સફળતા બાદ વિદ્યા

વિદ્યા બાલન હવે ‘શેરની’ મિશન મંગલની સફળતા બાદ વિદ્યા
બાલન હવે ‘શેરની’માં જોવા મળશે. ફિલ્મને અમિત મસૂરકર ડિરેક્ટ કરશે અને ભૂષણ કુમાર પ્રોડયુસ કરવાના છે. અમિત મસૂરકરે આ પહેલાં રાજકુમાર રાવની ફિલ્મ ‘ન્યુટન’ ડિરેક્ટ કરી હતી. વિદ્યા બાલયને ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી હતી. વિદ્યા બાલન ‘શકુંતલા દેવી : હ્યુમન કમ્પ્યૂટર’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં વિદ્યા બાલન ઉપરાંત સાન્યા મલ્હોત્રા તથા જીસુ સેનગુપ્તા છે. શકુંતલા દેવી મેન્ટલ કેલક્યુલેટર હતાં. તેઓ મનમાં જ બધી ગણતરી કરી શકવાની ક્ષમતા ધરાવતાં હતાં અને તેને કારણે તેઓ હ્યુમન કમ્પ્યુટર તરીકે લોકપ્રિય હતાં. ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ તેમનું નામ નોંધાયું હતું.
આ ફિલ્મના ડિરેક્ટર અનુ મેનન છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer