‘લાલસિંહ ચઢ્ઢા’માં કરિના કપૂરનો લૂક

‘લાલસિંહ ચઢ્ઢા’માં કરિના કપૂરનો લૂક
વેલેન્ટાઈન્સ ડેના મોકા પર  આમિરખાને તેની નવી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું એક પોસ્ટર બહાર પાડયું છે. આ પોસ્ટરમાં કરિના કપૂરનો ચહેરો જોવા મળે છે. આ પહેલા આમિરખાને આ ફિલ્મના તેના લૂકનું એક પોસ્ટર રિલીઝ કર્યું હતું. જેમાં તે ગુલાબી રંગની પાઘડી અને લાંબી દાઢીની સાથે જોવા મળ્યો હતો. અદ્વૈત ચંદનના ડાયરેકશનમાં બની રહેલી આ ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે. હોલિવૂડની સુપરહીટ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની આ ઓફિશ્યલી રિમેક ફિલ્મ છે. ટોમ હેક્સે ભજવેલું પાત્ર આમિર ખાન કરી રહ્યો છે. ફિલ્મની પટકથાને ભારતીયકરણમાં ઢાળવામાં આવી છે. કરિના કપૂર હિરોઇન તરીકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer