‘લવ આજકલ-2’ રિલીઝ થવા સાથે ઓનલાઈન લીક

‘લવ આજકલ-2’ રિલીઝ થવા સાથે ઓનલાઈન લીક
સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ફિલ્મ ‘લવ આજકલ-2’ આજે રિલીઝ થવા સાથે ઓનલાઈન લીક થઇ ગઇ છે. આથી, આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેકશનને મોટી અસર પડશે તેવું માનવામાં આવી રહ્યું છે. ઇમ્તીયાઝ અલીની આ ફિલ્મને પહેલા દિવસે ટિકીટબારી પર નબળો પ્રારંભ મળ્યો છે. વિવેચકોએ પણ બહુ વખાણી નથી. ગઇકાલે આ ફિલ્મના ખાસ શોમાં કાર્તિક અને સારા બૂલેટ મોટર સાઈકલ પર થિયેટર પર પહોંચ્યા હતા અને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer