સુરત એરપોર્ટ પરથી મુંબઈનો શખસ રૂ.8.પ0 લાખના સોના સાથે ઝડપાયો

સુરત, તા.1ર : સુરત એરપોર્ટ પરથી શારજાહથી દાણચોરીનું સોનુ લઈને આવેલા મુંબઈના શખસને કસ્ટમ વિભાગે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે સુરત એરપોર્ટ પર શારજાહથી આવતી ફલાઈટમાં મુંબઈનો રાજેશ છાબરીયા નામનો શખસ ઉતર્યો હતો અને ગ્રીન ચેનલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે શંકાસ્પદ હાલતમાં જણાતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ રાજેશ છાબરીયાને ઝડપી લીધો હતો.
કસ્ટમ વિભાગ દ્વારા રાજેશ છાબરીયાને ફરી વખત મેટલ ડીરેકટર પાસે લઈ જઈ બોડી સ્કેનીંગ કરવામાં આવતા તેની પાસે સોનુ હોવાનું જણાતા આકરી પૂછતાછ કરી હતી અને કેપસુલમાં ફર્મમાંથી રૂ.8.પ0 લાખની કિમતનું સોનુ મળી આવતા કબજે કરી ધરપકડ કરી હતી. કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer