લખનૌની કોર્ટમાં બોમ્બ હુમલો : અનેક વકીલ ઘાયલ

લખનૌની કોર્ટમાં બોમ્બ હુમલો : અનેક વકીલ ઘાયલ
બાર એસોસીએશન હેદ્દેદાર પર નિશાન સધાયું; હડકંપ; બે જીવતા બોમ્બ મળ્યા
લખનૌ, તા. 13 : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની વઝીરગંજ કોર્ટ કચેરીમાં એક દેશી બોમ્બ હુમલાથી હડકંપ મચી ગયો હતો, આ ઘટનામાં અનકે વકીલ ઘાયલ થઈ ગયા હતા. કોર્ટ પરિસરમાંથી બે જીવતા બોમ્બ મળ્યા હતા.  દેશી બોમ્બથી બાર એસોસીએશનના અધિકારી સંજીવ લોધી પર હુમલો કરાયો હતો, જો કે લોધી આબાદ બચી ગયા હતા. પોલીસે કહ્યું હતું કે, આ બે જૂથો વચ્ચે ટકરાવનો મામલો છે. ઘાયલ વકીલોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. અચાનક ધડાકાના અવાજથી અદાલત પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. સીસીટીવી ફૂટેજની મદદથી હુમલો કરનારા શખ્સોની તલાશ હાથ ધરાઈ છે. બાર એસોસીએશનના સંયુક્ત સચિવ લોધીની ચેમ્બર સામે ત્રણ બોમ્બ ફેંકયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer