માણાવદર સુધરાઈ સાધારણ સભામાં પાંચ કોંગી નગરસેવકોને શો-કોઝ નોટિસ

માણાવદર, તા.13 (ફૂલછાબ ન્યૂઝ): માણાવદર શહેર સુધરાઈની સાધારણ સભામાં પક્ષના વ્હીપનો અનાદર કરી ગેરહાજર રહેનાર પાંચ કોંગીના નગરસેવકોને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે અને ખુલાસો માંગવામાં આવ્યા છે. ત્યારબાદ પક્ષાંતર ધારા હેઠળ કાનૂની કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે. માણાવદર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના 15, ભાજપના 12 અને 1 અપક્ષ ચૂંટાતા સુધરાઈમાં કોંગી શાસન આવ્યું હતું. બાદમાં રાજકીય પલટો આવતા 14 સભ્યોએ કેસરીયો ધારણ કર્યો હતો. દરમિયાનમાં ગત તા.10ના સાધારણસભા અંગે કોંગ્રેસએ પોતાના તમામ સભ્યોને ઉપસ્થિત રહેવા અને પક્ષના આદેશ મુજબ મતદાન કરવા જણાવેલ હતું. તેમાં પક્ષના દસ સભ્યોએ વ્હીપ સ્વીકારેલ જ્યારે પાંચ એ અસ્વીકાર કર્યો હતો. આ પાંચ સભ્યો દિવાળીબેન ભગાભાઈ દેકીવાડિયા, કૈલાસબેન પ્રફુલભાઈ ચૌહાણ, શૈલેષ ડી.સાંગાણી, જગમાલ ભગાભાઈ હુંબલ અને જયેશ લાલજી વાછાણીએ પક્ષએ શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. ત્યારબાદ પક્ષાંતર ધારા હેઠળ પગલાં ભરાશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer