ઇ-િવ્હકલનો વપરાશ વધારવા રાજ્ય સરકાર પોલિસી ઘડશે

અમદાવાદ, તા.13: ઇ-િવ્હકલનો રોજિંદા જીવનમાં વપરાશ વધે તે માટે રાજ્યસરકાર દ્વારા આગામી સમયમાં પોલિસી બનાવવામાં આવશે, એમ આજે રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભભાઈ પટેલે જાહેર કર્યું હતું.
ગાંધીનગર ખાતે યુ.જી.વી.સી.એલ.ને પાંચ ઇ-િવ્હકલ અર્પણ કરવા યોજાયેલા સમારંભમાં ઊર્જાપ્રધાને જણાવ્યું હતું કે, ઇ-િવ્હકલને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇ-વાહનો માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. રાજ્યસરકાર તેને પ્રોત્સાહન આપવા લીઝ પર ઇ-વાહનો લેવા કહ્યું હતું. કેન્દ્ર સરકારના આ ઉમદા અભિગમને સાર્થક કરવા માટે રાજ્ય સરકારની કંપનીઓ આ દિશમાં આગળ વધી રહી છે. સરકારના જુદા જુદા વિભાગને આ વિષયની માહિતી આપી છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. દ્વારા 18 ઇ-વાહનો પાંચ વર્ષ માટે લીઝ પર લેવામાં આવ્યાં છે જેમાથી પાંચ વાહનો યુજીવીસીએલએ લીધા છે. આ તમામ વાહનો ચાર્જિંગ સુવિધા સાથે લેવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર અને ખાનગી કંપનીઓ ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપી રહી છે તેમ જણાવી સૌરભભાઈએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર પણ આગામી સમયમાં આ અંગે નક્કી પોલિસી બનાવી રહી છે. આ માટે સંબંધિત વિભાગો પાસેથી તેમના અભિપ્રાય માંગવામાં આવ્યા છે. આ પોલિસી જાહેર થતાં આમ જનતાને ખૂબ ઓછા ખર્ચે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળશે. ઇ-વાહનોનો વપરાશ વધતા તેના ચાર્જિંગ સ્ટેશનની માંગ વધશે. આ કાર્ય સરકાર એકલી કરી શકે નહીં જેથી સરકાર, કંપનીઓ અને ખાનગી રોકાણ જેવા મોડલને અમલી બનાવીને વધુમાં વધુ ચાર્જિંગ સ્ટેશન પણ ખોલવાનું સુચારું આયોજન કરવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer