દીવના ઘોઘલામાં દીપડો દેખાયો

વન વિભાગ દ્વારા સર્તકતા રાખવા અપીલ
દીવ : દીવમાં મધરાત્રીના ત્રણ કલાકે ફોર વ્હીલર ચાલકને ઘોઘલા બસ સ્ટેન્ડ પાસે રસ્તામાં દીપડો નજરે પડતાં સાત સેકન્ડનો વીડિયો બનાવી અને ઘોઘલા ચેકપોસ્ટમાં જાણ કરતા પીસીઆર વાન અને પીએસઆઈ ધનજી જાદવે ઘટનાસ્થળે પહોંચી અને વન વિભાગને જાણ કરી વન વિભાગ દીવના પ્રવિણ ફૂલબારિયા જશાધાર વન વિભાગમાંથી ટીમ બોલાવી અને ટીમ દ્વારા આ દીપડો પાંજરે પૂરવા પ્રયાસો હાથ ધરેલ છે. હાલ ઘોઘલામાં એક પાંજરું મૂકેલ છે. હાલ આ વિસ્તાર અને ઘોઘલામાં દીપડા વિષે સર્તક અને સાવધાન રહેવા વન વિભાગ દ્વારા અપીલ કરાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer