મહાશિવરાત્રી પર્વે રાજકોટ, સતાધાર તથા સોમનાથથી જૂનાગઢ માટે વિશેષ ટ્રેનો દોડશે

ત્રણ લોકલ ટ્રેનોમાં ચાર વધારાના જનરલ કોચ જોડાશે
જૂનાગઢ/વેરાવળ, તા.13: પશ્ચિમ રેલવે દ્વારા આગામી મહાશિવરાત્રી પર્વ દરમિયાન સોરઠના જૂનાગઢમાં યોજાતા મેળા અને જગવિખ્યાત સોમનાથ મંદિરે ઉમટતા ભાવિકોના સમૂહને ધ્યાનમાં રાખી રાજકોટ, સતાધાર તથા સોમનાથથી જૂનાગઢ માટે વિશેષ ટ્રેનો દોડવવાનું આયોજન કરાયું છે. ઉપરાંત જૂનાગઢ તરફ જતી ત્રણ લોકલ ટ્રેનોમાં ચાર વધારાના એક્સ્ટ્રા કોચ દોડાવવાનું આયોજન કરાયું છે.
જેમાં રાજકોટ-જૂનાગઢ વચ્ચે રાજકોટથી તા.18, 19 અને 21 ફેબ્રુઆરી 2020ના રોજ સાંજે 5.10 વાગે ઉપડીને જૂનાગઢ રાત્રે 8 વાગે પહોંચશે. પરતમાં તા.18, 19 અને 21ના રોજ જૂનાગઢથી રાત્રે 9:20 વાગે ઉપડીને રાજકોટ રાત્રે 11:40 વાગે પહોંચશે તથા સોમનાથ-જૂનાગઢ વચ્ચે તા.17થી 21 ફેબ્રુઆરી 2020 સુધી (કુલ પાંચ દિવસ) સોમનાથથી રાત્રે 8:30 વાગે ઉપડીને જૂનાગઢ રાત્રે 10:20 વાગે પહોંચશે તથા પરતમાં જૂનાગઢથી રાત્રે 11:20 વાગે ઉપડીને સોમનાથ રાત્રે 1:30 વાગે પહોંચશે તથા જૂનાગઢ-સત્તાધાર વચ્ચે મીટરગેજ સેક્શનમાં તા.17 ફેબ્રુઆરી 2020થી 21 સુધી જૂનાગઢથી સત્તાધાર વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેન દોડશે. આ ટ્રેન જૂનાગઢથી 10.50 વાગે ઉપડીને સત્તાધાર 12.40 વાગે પહોંચશે અને પરતમાં આ ટ્રેન સત્તાધારથી બપોરે 1:15 વાગે ઉપડીને જૂનાગઢ સ્ટેશને 2:50 વાગે પહોંચશે.
આ ઉપરાંત ત્રણ જોડી ટ્રેનોમાં ચાર-ચાર સામાન્ય શ્રેણીના કોચ જોડવામાં આવશે. જેમાં તા. 17થી 21 ફેબ્રુ. સુધી ટ્રેન નં. 22957/22958 વેરાવળ-અમદાવાદ, 19119/ 19120 અમદાવાદ-સોમનાથ-અમદાવાદ તથા 59507/ 59508 સોમનાથ-રાજકોટ પેસેન્જર ટ્રેનોમાં ઉક્ત ચાર વધારાના જનરલ કોચ જોડાશે. ઉલ્લેખનીય છે કે ટ્રેન નં. 19119/ 19120 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ હાલમાં અમદાવાદ-રાજકોટ વચ્ચે રદ્દ હોવાને કારણે આ વધારાના ચાર કોચ રાજકોટ-સોમનાથ વચ્ચે દોડશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer