દરેક ભારતીયને હિન્દી આવડવી જોઈએ : કોમેન્ટેટર્સે છેડયો વિવાદ

દરેક ભારતીયને હિન્દી આવડવી જોઈએ : કોમેન્ટેટર્સે છેડયો વિવાદ
કર્ણાટક અને બરોડાના રણજી મેચમાં હિન્દી ઉપર નિવેદન બાદ વિવાદ થતા માફી માગવામાં આવી
નવી દિલ્હી, તા. 13 : રણજી ટ્રોફી સિઝન પોતાના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે.  બેંગલુરૂમા ખિતાબની પ્રબળ દાવેદાર ગણવામાં આવતી કર્ણાટક અને બરોડાની ટીમ વચ્ચે નોક આઉટમાં જયા બનાવવાની ટક્કર ચાલી રહી છે. તેવામાં મુકાબલો એક નવા વિવાદના કારણે પણ ચર્ચામાં આવ્યો છે. મેચ દરમિયાન કમેન્ટેટર્સે સુનીલ ગાવસ્કરની હિન્દી કોમેન્ટ્રીને લઈને વાત શરૂ કરી હતી અને દરેક ભારતીયને હિન્દી આવડતી હોવી જોઈએ તેવું કહેતા વિવાદ સર્જાયો હતો.
કમેન્ટેટર્સે દેશના દરેક વ્યક્તિ માટે હિન્દી માતૃભાષા ગણાવી હતી. જેને લઈને સોશિયલ મિડિયામાં કમેન્ટેટર્સની ખુબ જ ટીકા થઈ હતી. આ બનાવ બરોડાની બીજી ઈનિંગની સાતમી ઓવર ચાલી રહી હતી ત્યારે બન્યો હતો. શરૂઆતમાં કમેન્ટેટર્સે સુનીલ ગાવસ્કરની હિન્દી ઉપર પકડથી વાત શરૂ કરી હતી. ત્યાર બાદ કહ્યું હતું કે, હિન્દૂસ્તાનમાં દરેક હિન્દૂસ્તાનીને હિન્દી ભાષા આવડવી જોઈએ. આ માતૃભાષા છે અને તેનાથી મોટી ભાષા છે જ નહી. જ્યારે બીજા કમેન્ટેટરે સમર્થન કર્યું હતું. આ નિવેદન બાદ સોશિયલ મિડિયા ઉપર વિવાદ શરૂ થયો હતો. જો કે બાદમાં તેઓએ માફી માગી લીધી હતી.
�ા�� �����_�ી પડકાર વધી રહ્યો છે. વળી શ્રીલંકા માટે પણ ભારત સાથેના સંબંધનું મહત્ત્વ સતત વધી રહ્યંy છે.  એક તરફ જ્યારે વિશ્વમાં ભારતનો પ્રભાવ જે રીતે વધી રહ્યો છે તે જોઇને શ્રીલંકા હવે નવી દિલ્હીની સાથેના સંબંધોને પણ મહત્ત્વ આપી રહ્યંy છે. શનિવારે વડાપ્રધાન મોદીની રાજપક્ષે સાથે મંત્રણા યોજાઇ હતી, જેમાં તામિલોના મુદ્દાની સાથોસાથ આતંકવાદ, પ્રાદેશિક સલામતી અને વેપારમાં રોકાણ વધારવાના મામલે વ્યાપક વાટાઘાટો હાથ ધરાઇ. શ્રીલંકાના વડાપ્રધાને હાલે વિવાદનું કેન્દ્ર બની રહેલા નાગરિકતા સુધારા કાયદાને ભારતની આંતરિક બાબત ગણાવીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. જો કે મોદીએ શ્રીલંકામાં ભારતીય મૂળના તામિલ સમુદાયને સમાન અધિકાર અને સલામતી પૂરી પાડવાનો મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો. શ્રીલંકાના જાફના પ્રાંતને અલગ તામિલ રાષ્ટ્ર બનાવવાની માંગ સાથે છેડાયેલા લોહિયાળ ગૃહયુદ્ધનો અંત આવ્યાના વર્ષો બાદ પણ તામિલોને ત્યાંના સિંહાલી અને બોદ્ધ સમુદાયની સમાન અધિકારોથી વંચિત રખાયા છે. ભારત આ મુદ્દા પર સતત ચિંતિત રહ્યંy છે અને રાજપક્ષે સાથેની બેઠકમાં મોદીએ આ ચિંતાનું પ્રતિબિંબ પાડયું હતું. ભારતના આગ્રહને શ્રીલંકાના વડાપ્રધાન કેટલો ગ્રાહ્ય રાખે છે તે એક સવાલ રહેશે. જો કે મહત્ત્વની બાબત એ છે કે વડાપ્રધાનપદ સંભાળ્યા બાદ રાજપક્ષેએ તેમની પ્રથમ વિદેશયાત્રા માટે ભારતની પસંદગી કરીને પોતાનો ઇરાદો આડકતરી રીતે વ્યક્ત કરી દેધો છે છતાં રાજપક્ષે પોતે એક દાયકા દરમ્યાન રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે અને તામિલ અલગતાવાદી એલટીટીઇના સફાયાનું શ્રેય પણ તેમને જ જાય છે. હવે તેઓ વડાપ્રધાનપદે છે અને તેમના નાના ભાઇ ગોતાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિપદે છે. આમ શ્રીલંકાની સત્તામાં રાજપક્ષે પરિવારની મજબૂત પકડ છે.  આવામાં તેઓ તામિલોના મુદ્દે ભારતની ચિંતા અને લાગણીને કેટલી હદે માન આપે છે તે કહી શકાય તેમ નથી. વળી રાજપક્ષેના શાસનકાળમાં ચીને શ્રીલંકામાં તેના વેપારનો પ્રભાવ વધાર્યો છે.  કોલંબોને આર્થિક અને લશ્કરી સહાયતાના ઓઠા તળે ચીન હિંદ મહાસાગરમાં પોતાના હિતો વધારવા સક્રિય રહ્યંy છે, પણ દેવાના બોજ તળે જે રીતે શ્રીલંકા સરકાર પાસેથી હબનટોટા બંદર ચીને પોતાના કબ્જા તળે લઇ લીધું છે તેનાથી કોલંબો સરકાર હવે વધુ સાવચેત બની ગઇ છે. જો કે ચીનના આર્થિક બોજાનું દબાણ હજી સાવ હટયું ન હોવાને લીધે રાજપક્ષે સરકારની સામે પડકાર હજી યથાવત્ છે.  આવામાં શ્રીલંકા ચીનના બોજામાંથી કઇ રીતે મુક્ત બનીને ભારત સાથેની મિત્રતાને કેટલી અગ્રતા આપે છે તે જોવાનું રહેશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer