રિટેલ ફુગાવો ફાટફાટ ડિસેમ્બરમાં 7.35 %ની ખિસ્સાફાડ મોંઘવારી

રિટેલ ફુગાવો ફાટફાટ ડિસેમ્બરમાં 7.35 %ની ખિસ્સાફાડ મોંઘવારી
રિટેલ ફુગાવો પાંચ વર્ષની સર્વેચ્ચ સપાટીએ



નવીદિલ્હી,તા.13: ડિસેમ્બર માસમાં રિટેલ મોંઘવારીનો દર વધીને પાંચ વર્ષની સર્વેચ્ચ 7.3પ ટકાની સપાટીએ પહોંચી ગયો છે. એક માસમાં રિટેલ ફુગાવામાં 1.81 ટકા જેટલો જબરો વધારો થયો છે. જ્યારે વાર્ષિક આધારે મોંઘવારીનાં દરમાં પ.24 ટકાનો વધારો થયો છે.

કાળઝાળ મોંઘવારી ઘટવાનું નામ લઈ રહી નથી અને બીજીબાજુ અમેરિકા અને ઈરાનની તંગદિલીનાં કારણે ક્રુડતેલનાં ભાવમાં વધારો થવાની આશંકા છે. જેને પગલે દેશમાં ઈંધણ વધુ મોંઘા થઈ શકે છે. આ સંજોગોમાં હજી પણ આવનારા સમયમાં આમઆદમીને મોંઘવારીમાંથી કોઈ મોટી રાહત મળે તેવી આશા બંધાતી નથી.

જુલાઈ 2016 બાદ ડિસેમ્બર 2019 પ્રથમ એવો મહિનો છે જેમાં મોંઘવારીનો દર રિઝર્વ બેન્ક દ્વારા નિર્ધારિત મર્યાદા લક્ષ્યની 2થી 6 ટકાની સપાટી કરતાં પણ વધી ગયો છે. ઓક્ટોબરમાં મોંઘવારીનો દર 4.62 ટકા હતો. જે નવેમ્બરમાં વધીને પ.પ4 ટકા થઈ ગયો હતો. છેલ્લા કેટલાંક મહિનાઓમાં દેશને ડુંગળીનાં ભાવે રડાવ્યો છે. ડિસેમ્બરમાં પણ ડુંગળી દ્ઢોસો રૂપિયા કિલો સુધીનાં ભાવે વેંચાતી રહી હતી. હજી પણ બજારમાં ડુંગળીનો ભાવ 60 રૂપિયા આસપાસ ટકેલો છે. ડિસેમ્બરમાં મોંઘવારીનાં દરમાં આવેલા તીવ્ર ઉછાળા માટે ડુંગળીનાં ભાવને એક મોટું પરિબળ માનવામાં આવે છે.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ખાદ્યચીજોનો ફુગાવો ડિસેમ્બરમાં વધીને 14.12 ટકા થઈ ગયો હતો. જે નવેમ્બરમાં 10.01 ટકા હતો. રિઝર્વ બેન્કે મોંઘવારીનાં દર માટે 2 અને 6 ટકાની મર્યાદાનું લક્ષ્ય રાખેલું છે. જો કે ફુગાવો હવે આ સપાટી તોડી ગયો છે.





પામ ઓઈલ બાદ હવે રમકડાં, ટીવી આયાત ઉપર લાગશે રોક !

સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી થઈ રહી છે વિચારણા 

નવી દિલ્હી, તા. 13 : સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર રમકડાં અને ટીવી સેટ્સ જેવી અમુક ઈલેક્ટ્રીક ગુડ્સની આયાતમાં કાપ મુકી શકે છે. મલેશિયા અને ઈન્ડોનેશિયાથી પામ ઓઈલની આયાત ઉપર રોક લગાડયા બાદથી અન્ય ચીજ વસ્તુઓની આયાત પણ ઘટાડવાને લઈને ચર્ચા થઈ રહી છે. ક્રૂડ પામ ઓઈલ પહેલા ફ્રી ટ્રેડ લિસ્ટમાં સામેલ હતું પણ હવે યાદીમાંથી બહાર કરવામાં આવ્યું છે અને રિસ્ટ્રિક્ટેડ વસ્તુઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મલેશિયાએ કાશ્મીર અને સીએએ ઉપર ટિપ્પણી કરી હોવાની પામ ઓઈલની આયાત રોકવામાં આવી હોવાનું કહેવાય છે. બીજી તરફ અધિકારીઓના કહેવા પ્રમાણે સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે આયાત ઉપર રોક લાદવામાં આવી છે. આ ઉપરાંત સરકાર પામ ઓઈલ ઉપર નિર્ભરતા ઓછી કરવાના ઉપાયો ઉપર પણ કામ કરી રહી છે. જેથી અન્ય એડિબલ ઓઈલના ઉત્પાદન અને ઉપયોગમાં વધારો કરી શકાય.

સૂત્રોના કહેવા પ્રમાણે રમકડાંની આયાત ઉપર રોક લાદવાના ઘણા સૂચનો મળ્યા છે.

આ માટે ક્વોલિટી કન્ટ્રોલ અને અન્ય સ્તરો ઉપર પગલાં  લેવાનો વિચાર થઈ રહ્યો છે. અમુક સિંગલ બ્રાન્ડ રૂટ એફડીઆઈ હેઠળ આવતા પ્રમુખ સ્ટોર્સ પાસે ચીનના રમકડાંનો મોટો સ્ટોક છે અને સરકાર તેને પ્રતિબંધિતની શ્રેણીમાં તબદીલ કરવાનો વિચાર કરે છે. કોમર્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પ્રમાણે ગત નાણાકીય વર્ષમાં 4500 કરોડના રમકડાં, ગેમ્સ અને સ્પોર્ટસના સામાનો આયાત કરવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગનો સામાન ચીનથી મગાવવામાં આવ્યો હતો. આવી જ રીતે ટીવી સેટ્સ જેવા વાઈટ ગુડ્સ બનાવતી સ્થાનિક કંપનીઓ પણ ચીન અને દક્ષિણપૂર્વ એશિયન દેશોના સસ્તા આયાત નિર્ભર રહે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer