આતંકી સાથે DSPની ધરપકડ મામલે NIA તપાસ કરશે

આતંકી સાથે DSPની ધરપકડ મામલે NIA તપાસ કરશે
શ્રીનગર, તા. 13 : જમ્મુ કાશ્મીરના કુલગામ જીલ્લામાં બે આતંકવાદીઓ સાથે શનિવારે ઝડપાયેલા ડીએસપીની સુરક્ષા એજન્સીના અધિકારીઓ આકરી પુછપરછ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીર સરકારે આ મામલે તપાસ એનઆઈએને સોંપવાનો નિર્ણય કર્યો છે. કુલગામથી પકડાયેલા ડીએસપી દેવિંદર સિંહ પાસેથી બે એકે 47 રાઈફલ સહિતનો સામાન ઝડપાયો હતો. આ અગાઉ જમ્મુ કાશ્મીર પોલીસ આઈજી વિજય કુમારે કહ્યું હતુકે, ડીએસપી આતંકી ગતિવિધીમાં સામેલ હોવા એક ગંભીર અપરાધ છે અને તેની સાથે આતંકી જેવો જ વ્યવહાર કરવામાં આવશે.
આઈએસ મોડયુલ સાથે જોડાયેલા આતંકી વધુ 8 દિવસની રિમાન્ડમાં
નવી દિલ્હી, તા. 13 : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ખુંખાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના મોડયૂલ સાથે જોડાયેલા ચાર સંદિગ્ધ આતંકવાદીઓના રિમાન્ડ 8 દિવસ માટે લંબાવ્યા છે. ચાર આતંકવાદીઓમાંથી એકની ધરપકડ વડોદરાથી કરવામાં આવી હતી. જ્યારે અન્ય ત્રણ સંદિગ્ધને દિલ્હીના વજીરાબાદ વિસ્તારમાંથી એક એન્કાઉન્ટર બાદ ઝડપવામાં આવ્યા હતા.
કાશ્મીરમાં હુમલાનો કારસો નાકામિયાબ
નવી દિલ્હી, તા. 13: જમ્મુ કાશ્મીરમાં સોપોરમાં સલામતી દળોએ આજે બ્રિજ હેઠળ બેસાડાયેલુ આઈઈડી પકડી પાડતાં મોટા આતંકી હુમલાનો કારસો નાકામિયાબ બનાવાયો હતો. જાણ કરાતા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ધસી ગઈ હતી અને તે વિસ્તારને કોર્ડન કરી લેવાઈ હતી.33 રાષ્ટ્રીય રાઈફલ્સ અને કાશ્મીર પોલીસની સંયુક્ત કારવાઈમાં રફીઆબાદમાંના બ્રિજ હેઠળથી ઓછામાં ઓછા 3 કિલોનું આઈઈડી પકડી પાડી શકાયાના અહેવાલ છે. આ વિસ્ફોટક પદાર્થ ત્યાં ગોઠવવા પાછળ કયા આતંકી સંગઠનનો હાથ છે તે અંગે હજી ખરાઈ થઈ નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer