‘CAA પર સંસદમાં ફરી ચર્ચા થાય’

‘CAA પર સંસદમાં ફરી ચર્ચા થાય’
નીતિશકુમારની બેધડક વાત: બિહારમાં NRCનો સવાલ જ નથી : વિપક્ષનું વિરોધ પ્રદર્શન
પટણા, તા. 13 :  નાગરિકતા સુધારા અધિનિયમ અને એનઆરસીને મામલે સોમવારે વિપક્ષે પટણામાં વિધાનસભાની બહાર ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન, સીએમ નીતીશકુમારે ફરી એક વખત વિધાનસભામાં મોટું નિવેદન કર્યું હતું કે, બિહારમાં એનઆરસી લાગુ થવાનો કોઈ સવાલ નથી. નીતીશે કહ્યું કે, એનઆરસીનો મુદ્દો ફક્ત આસામના પરિપ્રેક્ષ્યમાં છે અને આ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ પણ સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, સીએએ પર દલીલ થવી જોઇએ અને જો બધા પક્ષ સહમત થાય તો પછી તેના પર નવી પદ્ધતિથી વિચાર કરવો જોઇએ.
નેંધનીય છે કે, નાગરિકતા કાયદા સામે જેડીયુમાં જ બે ભાગલાની  સ્થિતિ બની હતી, જ્યારે પક્ષના ઉપાધ્યક્ષ  પ્રશાંત કિશોરે પાર્ટી લાઇનની બહાર નિવેદન આપ્યું હતું. રવિવારે પ્રશાંત કિશોરે સીએએ અને એનઆરસી મુદ્દે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પ્રશંસા પણ કરી હતી. ત્યારબાદ અનેક પ્રકારની રાજકીય અટકળો પણ તે જ બની હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer