ન્યૂઝીલેન્ડ પ્રવાસની T-20 ટીમમાં રોહિત અને શમીની વાપસી

ન્યૂઝીલેન્ડ પ્રવાસની T-20 ટીમમાં રોહિત અને શમીની વાપસી
મુંબઇ, તા. 13: ન્ય્ઝીલેન્ડ સામેની પાંચ મેચની ટી-20 ટીમની 16 ખેલાડીની ભારતીય ટીમમાં ઉપ સુકાની રોહિત શર્મા અને ઝડપી બોલર મોહમ્મદ શમીની વાપસી થઇ છે. હાર્દિક પંડયા હજુ અનફીટ હોવાથી તેનો ટીમમાં સમાવેશ કરાયો નથી. પાછલી શ્રીલંકા સામેની શ્રેણીમાં રમનાર એકમાત્ર સંજુ સેમસનને પડતો મુકવામાં આવ્યો છે. શમી જુલાઇ 2017 બાદ પહેલીવાર ટી-20 ટીમમાં સામેલ થયો છે. ન્યૂઝીલેન્ડમાં રમાનાર પાંચ મેચની આ ટી-20 શ્રેણીમાં ભારતીય પસંદગીકારોએ 4 સ્પીનર જાડેજા, વોશિંગ્ટન, ચહલ અને કુલદીપને સ્થાન આપ્યા છે.
ભારતની ટી-20 ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વા. કેપ્ટન), કે. એલ. રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત (િવકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યજુર્વેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જશપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર.
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer