શિખર-રાહુલ માટે બેટિંગ ક્રમમાં નીચે આવવા કોહલી તૈયાર

શિખર-રાહુલ માટે બેટિંગ ક્રમમાં નીચે આવવા કોહલી તૈયાર
 પહેલા વન ડેની પૂર્વ સંધ્યા પર સુકાનીએ સંકેત આપ્યો
મુંબઇ, તા.13: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે એવો સંકેત આપ્યો હતો કે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધના પહેલા વન ડે મેચમાં કેએલ રાહુલ અને શિખર ધવન બન્નેને ઇલેવનમાં જગ્યા આપવા માટે બેટિંગ ક્રમમાં સ્વયં નીચે આવી શકે છે. સુકાની કોહલીને એવું કોઇ કારણ નજરે નથી આવતં કે બન્ને એક સાથે ન રમી શકે.
કોહલીએ પહેલા મેચની પૂર્વ સંધ્યા પર કહ્યું કે ફોર્મમાં ચાલી રહેલા ખેલાડી હંમેશા ટીમ માટે સારી વાત છે. બેશક આપ ઇચ્છો છો કે સર્વશ્રેષ્ઠ ખેલાડી ઉપલબ્ધ રહે. આ પછી સંયોજન અનુસાર ટીમ પસંદ થતી હોય છે. એવી સંભાવના બની શકે છે કે ત્રણેય (રોહિત, શિખર અને રાહુલ) રમી શકે છે.
શું તમે બેટિંગ ક્રમમાં નીચે આવી શકો છો ? તેવા સવાલ પર સુકાનીએ કહ્યંy કે આ તેની સંભાવના છે. મને આવું કરવામાં ખુશી મળશે. હું કયાં ક્રમે બેટિંગ કરુ એ મામલે અસુરિક્ષત નથી. હું અંગત સિધ્ધિઓ પાછળ ભાગવા કરતા ટીમ માટે વિરાસત છોડું તે મહત્ત્વપૂર્ણ છે.  કોહલીએ એમ પણ જણાવ્યું કે ટીમ ઇન્ડિયા કોઇ પણ ટીમ સામે કોઇ પણ સ્થળે રમવા તૈયાર છે. હરીફ ટીમ ઓસ્ટ્રેલિયા વિશે ટિપ્પણી કરતા કોહલીએ કહ્યું કે બન્ને ટીમ એક-બીજાના મજબૂત અને નબળા પક્ષ જાણે છે. તેમની પાસે એવા ખેલાડી છે જે ભારતમાં રમવાનો લાંબો અનુભવ ધરાવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer