ઝાંઝરડા-ધંધુસર રોડ પરથી 3.15 લાખના દારૂ સાથે મેટાડોર ઝડપાયું

દારૂ, મેટાડોર, બાઈક સહિત 5.51 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
જૂનાગઢ, તા. 13 (ફૂલછાબ ન્યૂઝ) ઝાંઝરડા-ધંધુસર રોડ પરથી 3.15 લાખનો દારૂ ભરેલુ મેટાડોર પોલીસે ઝડપી લઇ એક શખસની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણ શખસો નાસી ગયા હતાં.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ નજીકનાં ઝાંઝરડા-ધંધુસર રોડ પરથી દારૂ ભરેલું મેટાડોર પસાર થવાનું હોવાની બાતમીનાં આધારે એલ.સી.બી. પી.એસ.આઈ. આર.કે. ગોહિલ સહિતના સ્ટાફે વોચ ગોઠવી મેટાડોરને રોકી તપાસ કરતા તેમાંથી 3.15 લાખની કિંમતનો 840 બોટલ દારૂ મળી આવ્યો હતો. આથી ધંધુસર ગામના હમીર મેણંદ મુળિયાસિયાની અટક કરી હતી. જ્યારે જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા નરબત નગા ઓડેદરા તથા તેનો જયસુખ નામનો માણસ અને અન્ય એક માણસ નાસી ગયા હતાં. એલ.સી.બી.એ 3.15 લાખનો દારૂ, મેટાડોર, એક બાઈક તથા ચાર મોબાઈલ મળી કુલ 5.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer