વેળવામાંથી તા.પ.ના પૂર્વ પ્રમુખ સહિત નવ શખસો ઝડપાયા

જૂનાગઢ, તા.13 : માણાવદર તાબેનાં વેળવા ગામે ગરબી ચોકમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ ગોવિંદ ધ્રાગા, મગન ભીમજી મેંદપરા, વિનોદ પરષોત્તમ, પુના રામ, પીઠા કેશવ મકવાણા, હીરા નારણ ડાગર, પરષોત્તમ આણંદ વીરોજા, ભરત નાથા મકવાણા અને રસિક નાથા હિરાણીને ઝડપી લઈ રૂ.16,070નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તેમજ વેળવાગામે આ જ વિસ્તારમાંથી રતી નારણ, પરબત માધવજી, ધનજી જીવા, રામજી ખીમા, પરષોત્તમ ગોરધન, રમેશ માધા, અશ્વિન નારણ અને નરસી અરજણને રૂ.80ર0ની મતા કબજે કરી હતી. માંગરોળમાથી ઈબ્રાહિમ કાસમ, સલીમ દાઉદ, હનીફ આદમ સહિત આઠ શખસોને ઝડપી લઈ રૂ.17,0પ0ની મતા કબજે કરી હતી. તદુપરાંત ગડુ ગામે જુગા રમતા કારા મહમ્મદ, ઈકબાલ નાકુ, ઈસુબ અલ્લારખા, રસીદખા કાલેખા અને હારુન ઈબ્રાહિમને રૂ.3680ની મતા કબજે કરી હતી તેમજ વિસાવદર પોલીસે લીલિયા ગામે દરોડો પાડી જુગાર રમતા મહેશ હરી, કિશોર ગોવિંદ, કાળુ કનુ, નાથા હરી, ઉદય કાનજી, વિપુલ રમેશ અને રમેશ મોહનને ઝડપી લઈ રૂ.ર8,680ની મતા કબજે કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer