મોડાસા પંથકમાં ખેડુતને બ્લેકમેઈલીંગ કરતા આપઘાત કર્યે

મહિલા સહિત પાંચ સામે નોંધાતો ગુનો
મોડાસા, તા.13 : બાયડ તાબેના પટેલના મુવાડા ગામે રહેતા અનીલ સોમાભાઈ પટેલ નામના ખેડુતે તેની વાડીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા હતો.
આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક અનીલભાઈ પટેલના પુત્રએ પિતા અનીલભાઈનો મોબાઈલ ચેક કરતા ખેતરે મજુરી કામે આવતી મહિલાને કંઈ કામકાજ હોવાથી ખેડુતને ફોન કરતા ખેડુતે ખેતરમાં મળવા આવ કહેતા મહિલાએ રેકોર્ડીંગ કરી લીધું હતું અને ખેતમજુર મહિલા અને તેના પતિ તથા પરિવારજનોએ ભેગા મળી બ્લેકમેઈલીગ કરી દસ લાખની માગણી કરી હતી. બદનામ કરવાની ધમકી આપતા અનીલભાઈ પટેલએ આપઘાત કરી લીધો હતો. અગાઉ ખેતમજુર મહિલા વનીતા મયુર મકવાણાએ મૃતક પાસેથી રૂ.40 હજાર બદનામ કરવાની ધમકી આપી પડાવી લીધા હતા.
આ બનાવ અંગે પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ પરથી વનીતા મયુર મકવાણા તેના પતિ મયુર કાના મકવાણા, કાંતાબેન કાના મકવાણા, સવીતાબેન સોમા મકવાણા, હરી અજા મકવાણા વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer