રાજકોટમાં રાજ્યકક્ષાનો ગણતંત્ર દિન : મુખ્યમંત્રી કરશે ધ્વજવંદન

પ્રજાસત્તાક પર્વે જિલ્લા કક્ષાએ નાયબ મુખ્યમંત્રી, પ્રધાનમંડળના સભ્યો, કલેક્ટરના હસ્તે કરાશે ધ્વજવંદન 
અમદાવાદ, તા.13: રાષ્ટ્રના આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી 26મી જાન્યુઆરી 2020ના રોજ રાજકોટ ખાતે કરવામાં આવશે. જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ધ્વજવંદન કરશે. જ્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ વડોદરામાં, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને પ્રધાન મંડળના સભ્યો અને જિલ્લા કલેક્ટરોના હસ્તે વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન સમારોહ યોજાશે.
કેબિનેટ પ્રધાનોમાં આરસી ફળદુ-બનાસકાંઠા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા-સુરેન્દ્રનગર, કૌશિકભાઇ પટેલ-અમદાવાદ, સૌરભભાઇ પટેલ-મહેસાણા, ગણપતભાઇ વસાવા-સાબરકાંઠા, જયેશકુમાર રાદડીયા-ભાવનગર, દિલીપકુમાર ઠાકોર-કચ્છ, ઇશ્વરભાઇ પરમાર-ગાંધીનગર, કુંવરજીભાઇ બાવળીયા-જૂનાગઢ, જવાહરભાઇ ચાવડા-સુરતમાં ધ્વજવંદન કરશે.
રાજ્યકક્ષાના પ્રધાનોમાં પ્રદિપસિંહ જાડેજા- પાટણ, બચુભાઇ ખાબડ-બોટાદ, જયદ્રથસિંહ પરમાર-જામનગર, ઇશ્વરસિંહ પટેલ-દાહોદ, વાસણભાઇ આહીર -પોરબંદર, વિભાવરીબેન દવે -મહિસાગર, રમણલાલ પાટકર-વલસાડ, કિશોરભાઇ કાનાણી-અરવલ્લી, યોગેશભાઇ પટેલ-પંચમહાલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા-દેવભૂમિ દ્વારકામાં ધ્વજવંદન કરશે. તેમજ ભરૂચ, નર્મદા, અમરેલી, ખેડા, મોરબી, ગીર-સોમનાથ, તાપી, છોટાઉદેપુર, નવસારી, ડાંગ જેવા સ્થળોએ જે તે કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer