ડૉ. બાબાસાહેબની પ્રતિમા નીચેના અક્ષરમાં ચેડા કરનાર સગીર સહિત બે શખસ ઝડપાયાં

ડૉ. બાબાસાહેબની પ્રતિમા નીચેના અક્ષરમાં ચેડા કરનાર સગીર સહિત બે શખસ ઝડપાયાં
પ્રતિમા પાસે લઇ જઇને પોલીસે પુછપરછ કરી
રાજકોટ, તા. 13: દોઢસો ફુટના રીંગ રોડ પર આસ્થા ચોકડીના સર્કલમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નીચેના અક્ષરમાં ચેડા કરવા અંગે પુનિતનગરના રવિરાજસિંહ અજીતસિંહ ગોહીલ અને તેના સગીર મિત્રની પોલીસે ધરપકડ કરી હતી.
ગઇરાતના ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે ચેડા થયાની વાત વાયુવેગે ફલાતા ટોળુ એકત્ર થઇ ગયું હતું. આ ટોળુ કંઇ કરે તે પહેલા પોલીસનો કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને ટોળાને સમજાવીને વિખેરી નાખ્યું હતું.  બાદમાં પ્રતિમા નીચેના અક્ષરમાં ચેડા કરાયાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે તાકીદે તપાસ હાથ ધરી હતી. ક્રાઇબ બ્રાંચના સબ ઇન્સ. સોનારા અને તેની ટીમે દોઢસો ફુટના રીંગરોડ પરના પુનિતનગરમાં રહેતા રવિરાજસિંહ અજીતસિંહ ગોહીલ અને તેના સગીર મિત્રને ઝડપી લીધા હતાં. આ બન્નેએ એવું જણાવ્યું હતું કે, તે બન્ને જમીને  પરત જતા હતાં. ત્યારે કોઇની સાથે માથાકૂટ થઇ હતી અને તેના પર પથ્થરમારો  કર્યો હતો. તેના કારણે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નીચેના અક્ષર તુટી ગયો હતો બાદમાં એવું કહ્યું હતું કે ગઇરાતના બન્ને નશો કર્યા બાદ કૃત્ય આચર્યુ હતું. પોલીસ રવિરાજસિંહને આસ્થા ચોકડીએ લઇ ગઇ હતી. ત્યાં તેની આગવી ઢબે પુછપરછ કરી હતી.તે જોવા લોકોનું ટોળુ એકત્ર થઇ હતું. રવિરાજસિંહે  તેને હાથ જોડીને માફી માગી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer