`આર્થિક સુધારાઓની અસર દેખાઇ રહી છે''

`આર્થિક સુધારાઓની અસર દેખાઇ રહી છે''
અર્થવ્યવસ્થા વેગીલી બનાવતા પગલાં રજૂ કરતા મુખ્ય આર્થિક સલાહકાર
નવી દિલ્હી તા. 13: અર્થવ્યવસ્થામાંની સુસ્તી અંગે વિપક્ષોના તીખા સવાલો વચાળે આજે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રહ્મણ્યમે દેશની અર્થવ્યવસ્થાને પાંચ લાખ કરોડ ડોલરની બનાવવાના રોડમેપની ચર્ચા કરી હતી અને જણાવ્યુ હતુ કે સરકારે કરેલા આર્થિક સુધારાઓની અસર દેખાઈ રહી છે.  નાણાં મંત્રી નિર્મલા સીતારામને આજે યોજેલી પત્રકાર પરિષદમાં મુખ્ય આર્થિક સલાહકાર (સીઈએ)એ અર્થવ્યવસ્થાને વેગીલી બનાવવા અત્યાર સુધી કરાયેલા ઉપાયો પર પ્રકાશ નાખ્યો હતો. અર્થવ્યવસ્થાની રફતાર તેજ બનાવવાના વધુ ઉપાયોની ઘોષણા નાણાં મંત્રી કરે તેવી સંભાવના છે.
છેલ્લા થોડા માસમાં કરાયેલા કેટલાક સુધારાઓની સમીક્ષા કરતા સીઈએએ જણાવ્યુ હતું કે સરકારે ગોઠવેલા માળખું અર્થવ્યવસ્થામાં પ્રવાહિતા વધારવામાં મદદરૂપ થયું હતુઁ. જાહેર ક્ષેત્રના એકમોના ડ્યુઝ (સરકાર પાસેથી નીકળતા લેણાં) બે તબકકે કલીઅર કરવાનું પગલું અર્થતંત્રને વેગીલુ બનાવવામાં સહાયરૂપ થયું છે.  32 સીપીએસઈ (કેન્દ્રિય જાહેર ક્ષેત્રના એકમો)ના 60 ટકા ડયુઝ બે માસમાં કલીઅર કરાયા છે-મંજૂર કરાયા છે. નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ કંપનીઓ માટે પાર્શીઅલ ક્રેડિટ ગેરંટી સ્કીમ લાવવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer