આંધ્રમાં બળાત્કારના કેઆંધ્રમાં બળાત્કારના કેસમાં 21 દિવસમાં મૃત્યુદંડ અપાશે

આંધ્રમાં બળાત્કારના કેઆંધ્રમાં બળાત્કારના કેસમાં 21 દિવસમાં મૃત્યુદંડ અપાશે
હૈદરાબાદ, તા. 13 : આંધ્રપ્રદેશ વિધાનસભામાં શુક્રવારે દિશા બિલ પાસ થતા જ હવે બળાત્કારના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ કરનારૂ પહેલી રાજ્ય બન્યું છે. હૈદરાબાદમાં મહિલા તબીબ ઉપર બળાત્કાર, હત્યા અને પછી મૃતદેહ સળગાવવાની ઘટના બાદ પૂરા દેશમાં આક્રોશ હતો. જેને લઈને આંધ્રપ્રદેશ સરકાર તરફથી બળાત્કારના કેસમાં 21 દિવસની અંદર ફેંસલો અને મૃત્યુદંડની જોગવાઈ કરતો ખરડો પસાર કરવામાં આવ્યો છે.
દિશા બિલને આંધ્રપ્રદેશ ક્રિમિનલ લો(સંશોધન) એક્ટ 2019 પણ કહેવામાં આવે છે. આ વિધેયક હેઠળ બળાત્કાર અને સામૂહિક દુષ્કર્મના અપરાધ માટે ટ્રાયલ ઝડપી કરવા, 21 દિવસમાં ફેંસલો અને મૃત્યુદંડ આપવાની જોગવાઈનો સમાવેશ થાય છે. આ અગાઉ બુધવારે રાજ્યના મુખ્યમંત્રી વાઈએસ  જગન મોહન રેડ્ડીના નેતૃત્વમાં કેબિનેટમાં દિશા બિલ પાસ કરવામાં આવ્યું હતું. વર્તમાન કાયદો આવા મામલામાં મુકદ્દમો ચલાવવા માટે ચાર મહિનાનો સમય આપે છે. આંધ્રપ્રદેશમાં સંશોધિત કાયદા હેઠળ તપાસ સાત દિવસમાં પૂરી કરવા અને આગામી 14  દિવસમાં અદાલતમાં મુકદ્દમો ચલાવવાની જોગવાઈ છે. જેથી 21 દિવસની અંદર દોષિતોને ફાંસી આપી શકાય. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer