બ્રિટન ચૂંટણીમાં જ્હોનસનની મોટી જીત

બ્રિટન ચૂંટણીમાં જ્હોનસનની મોટી જીત
કન્ઝર્વેટીવને ’87 બાદના સૌથી મોટા વિજય સાથે ફરી સત્તા : મોદી-ટ્રમ્પની શુભેચ્છા
લંડન, તા.11 : બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટીવ પાર્ટીએ મોટી જીત હાંસલ કરીને બહુમતીનો  હ2યા નો જાદુઈ આંકડો 236 પાર કરી  લીધો હતો. 1980ના દાયકામાં માર્ગારેટ થેચરના યુગ પછીથી કન્ઝર્વેટિવ પાર્ટીની આ સૌથી મોટી જીત માનવામાં આવે છે. હાઉસ ઓફ કોમન્સની કુલ 650 બેઠકોમાંથી 649 બેઠકોનાં પરિણામો જાહેર કરાયા છે. તેમાંથી બોરિસ જ્હોનસનની કન્ઝર્વેટિવ પાર્ટીએ 364 બેઠકો જીતી લીધી છે જ્યારે લેબર પાર્ટીના ફાળે 203 બેઠક આવી હતી. પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્હોનસનને અભિનંદન પાઠવ્યાં હતાં.
મુખ્ય વિપક્ષ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને તેમની હાર સ્વીકારતાં એલાન કર્યું હતું કે તેઓ આગામી સામાન્ય ચૂંટણીમાં પક્ષનું નેતૃત્વ કરશે નહીં. લેબર પાર્ટી 1935 પછીની સૌથી ખરાબ હાર તરફ આગળ વધી રહી છે. બીજી તરફ, કન્ઝર્વેટિવ પાર્ટી 1987 બાદથી તેની સૌથી મોટી જીત તરફ આગળ વધી રહી છે. 2017 ની છેલ્લી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ્સે 318 બેઠકો જીતી હતી જ્યારે લેબર પાર્ટીને 262 બેઠક પર વિજય મળ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બોરીસ જ્હોનસનને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું, પીએમ બોરિસ જ્હોનસનને પ્રચંડ બહુમતી સાથે સત્તા પર પાછા ફરવા બદલ ઘણા અભિનંદન. હું તેમને શુભેચ્છા પાઠવું છું. હું ઈન્ડો-યુકેના નજીકના સંબંધો માટે સાથે કામ કરવા માંગુ છું.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જોનસનને આ જીત બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે  બોરીસ જ્હોનસનને આ મહાન જીત બદલ અભિનંદન. બ્રેક્ઝિટ પછી હવે બ્રિટન અને અમેરિકા મોટા વેપાર સોદા કરવા માટે સ્વતંત્ર છે. આ સોદો ખૂબ મહત્વનો અને મોટો હશે જે યુરોપીયન યુનિયન (ઇયુ) સાથેના કોઈપણ સોદા કરતાં વધુ આકર્ષક હશે.
દરમ્યાન ચૂંટણીના પરિણામોએ બોરીસ જ્હોનસનની સત્તા પરત ફરવાની સાથે સાથે બ્રિટનના યુરોપિયન યુનિયનથી અલગ થવાના માર્ગને પણ સરળ બનાવ્યો છે. જોહન્સનના અગાઉના પ્રધાનમંડળમાં વરિષ્ઠ પ્રધાન રહી ચૂકેલા ભારતીય મૂળના પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે અમે અગ્રતા પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને બ્રેક્ઝિટ અમારી અગ્રતા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer