પોરબંદરમાં આર્થિક ભીંસથી દંપતીનો આપઘાત

પોરબંદરમાં આર્થિક ભીંસથી દંપતીનો આપઘાત
વૃધ્ધ દંપતીની આત્મહત્યા પાછળ વ્યાજખોરોનો ત્રાસ હોવાની પણ શંકા
પોરબંદર, તા. 13: પોરબંદરમાં આર્થિક સંકડામણથી કંટાળીને વૃધ્ધ દંપતીએ ઝેરી દવા પી લઇને આપઘાત કરી લીધો હતો. આ દંપતીની આત્મહત્યા પાછળ વ્યાજખોરોનો ત્રાસ હોવાની શંકા પણ વ્યકત થઇ છે.
અહીના મેમણવાડા વિસ્તારમાં આવેલ રહેમાની એપાર્ટમેન્ટમાં રહેતાં 65 વર્ષના આમદભાઇ હાજીઅબુ બેરા અને તેમની 60 વર્ષની પત્ની જુબેદાબહેને ગઇરાતના અનાજમાં રાખવાની ઝેરી દવા ખાઇ લીધી હતી. તેના કારણે બન્નેના મૃત્યુ નિપજ્યા હતાં. આ અંગે તેના પુત્ર ઓસમાણે પોલીસને જાણ કરી હતી. પોલીસની તપાસમાં મૃતક આમદભાઇ અને તેનો પુત્ર કપડાની લારી સહિત છૂટક મજૂરી કામ કરતાં હતાં. નબળી આર્થિક સ્થિતિ હતી. આર્થિકભીંસના કારણે ગળે આવી જઇને બન્નેએ આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું હતું. આંતરિક સૂત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે મૃતકે રૂ. 25 હજાર જેવી રકમ વ્યાજે લીધી હતી. આ રકમ ચુકવવાની ચિંતામાં વૃધ્ધ અને તેમની પત્નીએ આ પગલું ભરી લીધું હતું.  જો કે, વ્યાજખોરોનો ત્રાસ આત્મહત્યા માટે જવાબદાર છે કે કેમ? તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer