સંજય લીલા અને ભૂષણ કુમાર બાલાકોટ પર ફિલ્મ બનાવશે

સંજય લીલા અને ભૂષણ કુમાર બાલાકોટ પર ફિલ્મ બનાવશે
ભારતના ઇતિહાસમાં બાલાકોટ એરસ્ટ્રાઈકની ઘટના અને ભારતીય એરફોર્સની વિરતાને હંમેશા યાદ કરાશે. ભારતીય એરફોર્સે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીરઆરપીએફના 40 જવાનો શહીદ થયા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ચાલી રહેલ આતંકી કેમ્પો પર હવાઈ હુમલા કર્યા હતા. હવે આ ઘટના પર હિન્દી ફિલ્મ બનશે. જેને જાણીતા પ્રોડ્યુસર લીલા સંજય ભણશાલી અને ટી સિરીઝના ભૂષણ કુમાર સાથે મળીને બનાવશે. એવું જાણવા મળે છે કે આ ફિલ્મનું ડાયરેક્શન નેશનલ એવોર્ડ વિનર અભિષેક કપૂરને સોંપવામાં આવશે. જો કે હજુ સુધી એ બહાર નથી આવ્યું કે આ ફિલ્મનું ટાઈટલ શું હશે અને કલાકારો કોણ-કોણ હશે.  સંજય લીલાએ કહ્યું છે કે દેશ માટે આ ઘટના વિરતા-દેશભક્તિ અને ત્યાગનું પ્રતિક છે. આ ફિલ્મ આપણા ભારતીય સેનાના વીર જવાનોને શ્રધ્ધાંજલિ દેવાનો એક પ્રયાસ બની રહેશે. જ્યારે ભૂષણ કુમારે કહ્યું છે કે આ પ્રોજેક્ટ ટી સિરીઝનો સૌથી મોટો પ્રોજેક્ટ બની રહેશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer