શકુંતલા દેવી ફિલ્મમાં સાન્યાનો અલગ લૂક જોવા મળશે

શકુંતલા દેવી ફિલ્મમાં સાન્યાનો અલગ લૂક જોવા મળશે
કલાકારો પાત્ર અનુસાર દેખાવમાં ફેરફાર કરતા હોય છે. આથી જ સાન્યા મલ્હોત્રાએ પ્રથમ ફિલ્મ દંગલ માટે પોતાના વાળ કપાવીને નાના કરાવ્યાં હતાં તથા હવે આગામી ફિલ્મમાં સ્ટ્રેઇટ હેરની વિગમાં જોવા મળશે. ગણિતજ્ઞા શકુંતલા દેવીની ફિલ્મમાં સાન્યા તેમની પુત્રીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા વિદ્યા બાલન ભજવે છે.  સાન્યા કર્લી (વાંકડિયા) વાળને લીધે બૉલીવૂડની અન્ય અભિનેત્રીઓ કરતા અલગ દેખાય છે. પરંતુ આગામી ફિલ્મમાં વાળની સાથે અલગ મેકઅપ કરીને તેના લૂકને સમૂળગો બદલવામાં આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer