વરુણ-ભૂમિ-િકયારાની ફિલ્મનું નામ ‘િમસ્ટર લેલે’

વરુણ-ભૂમિ-િકયારાની ફિલ્મનું નામ ‘િમસ્ટર લેલે’
વરુણ ધવન, ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી ડાયરેક્ટર શશાંક ખેતાનની નવી ફિલ્મમાં ચમકશે તેવા રિપોર્ટ અગાઉ આવ્યા હતા. હવે એવા સમાચાર આવ્યા છે કે આ ફિલ્મનું નામ ‘િમસ્ટર લેલે’ ફાઈનલ થયું છે. ફિલ્મને લઇને એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય કલાકાર એવા રોલમાં જોવા મળશે જેવા તેમણે ભૂતકાળમાં પણ ક્યારેય પણ કર્યા ન હોય. ફિલ્મનું શૂટિંગ માર્ચ-2020માં શરૂ થશે. મિસ્ટર લેલે નામની આ ફિલ્મને પ્રોડયુસર કરણ જોહરની યોજના 2020ના અંતમાં રિલીઝ કરવાની છે. વરુણ ધવન હાલ તેના પિતા ડેવિડ ધવનની ફિલ્મ ‘કુલી નંબર-1’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તેની હિરોઇન સારા અલી ખાન છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer