બ્રાવોનો યુ-ટર્ન : ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે

બ્રાવોનો યુ-ટર્ન : ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે
નવી દિલ્હી,તા.13 : ગયા વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસની ઘોષણા કરનાર વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ડવેન બ્રાવોએ યુ-ટર્ન લઇને વાપસીની આજે જાહેરાત કરી છે. બ્રાવોએ વિન્ડિઝની ટી-20 ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ હોવાનું પણ જાહેર કર્યું છે. તેણે કહ્યું છે કે, વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડની છછછછછછછ સત્તામાં આવેલ બદલાવને લીધે તેણે મન બદલ્યું છે. 36 વર્ષિય બ્રાવોએ વેસ્ટ ઇન્ડિઝ તરફથી આખરી મેચ સપ્ટેમ્બર, 2016માં અબુધાબીમાં પાકિસ્તાન વિરૂદ્ધ ટી-20 રમ્યો હતો. તેણે ટેસ્ટ મેચોમાં 2200 રન અને 86 વિકેટ લીધી છે. જ્યારે વન ડેમાં તેના નામે 2968 અને 199 વિકેટ છે. ટી-20 ઇન્ટરનેશનલમાં આ સ્ટાર ઓલરાઉન્ડરે 1142 રન સાથે 52 વિકેટ લીધી છે. ડવેન બ્રાવો આઈપીએલમાં પાછલા કેટલાક સમયથી ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer