ફોલોઓન બાદ જીત મેળવનાર ઝારખંડ રણજી ટ્રોફીની પહેલી ટીમ

ફોલોઓન બાદ જીત મેળવનાર  ઝારખંડ રણજી ટ્રોફીની પહેલી ટીમ
ત્રિપુરા સામે આખરી ઓવરમાં રોમાંચક વિજય મેળવી ઇતિહાસ રચ્યો
અગરતલા તા.13:  ઝારખંડની રણજી ટ્રોફી ટીમે ઇતિહાસ રચ્યો છે. રણજી ટ્રોફીના 8પ વર્ષના ઇતિહાસમાં તે પહેલી એવી ટીમ બની છે જેણે ફોલોઓન મળ્યા બાદ જીત હાંસલ કરી હોય. ત્રિપુરાની ટીમ તેના ઘરેલુ મેદાન પર પહેલા બેટિંગ કરતા 289 રન બનાવ્યા હતા. જવાબમાં ઝારખંડની ટીમ 136 રનમાં ડૂલ થઇ ગઇ હતી. ચાર દિવસીય મેચમાં પહેલી ઇનિંગની 1પ0 રનની સરસાઇ મળવાથી હરીફ ટીમને ફોલોઓન કરી શકાય છે.
આથી ત્રિપુરાના સુકાની મિલિંદ કુમારે ઝારખંડની ટીમને ફોલોઓન કર્યું હતું. ઝારખંડને એક ઇનિંગની હારથી સંઘર્ષ કરવાનો હતો, પણ ઝારખંડના બેટધરોએ કેસરિયા કરીને તેનો બીજો દાવ 8 વિકેટે 418 રન કરી દાવ ડિકલેર કર્યોં. જેમાં જગ્ગીના 207 દડામાં 107 રન અને સૌરવ તિવારી સાથેની 122 રનની ભાગીદારી મુખ્ય હતી. ત્રિપુરાને જીત માટે 266 રનનું લક્ષ્ય મળ્યું હતું, રસાકસી વચ્ચે મેચ આખરી ઓવર સુધી ખેંચાયો અને ઝારખંડના બોલર આશિષકુમારે ત્રિપુરાના રાના દત્તાને આઉટ કર્યોં. આથી ઝારખંડની ટીમ તેના બીજા દાવમાં 211 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેથી ઝારખંડનો પ4 રને રોમાંચક વિજય નોંધાયો. ત્રિપુરા તરફથી એમબી મુરાસિંહે 103 રનની લડાયક ઇનિંગ રમી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer