પડતર પ્રશ્નો સંદર્ભે આરોગ્ય કર્મીઓની રેલી-સભા

પડતર પ્રશ્નો સંદર્ભે આરોગ્ય કર્મીઓની રેલી-સભા
રાજ્યની જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓના 13 પ્રશ્નોના નિકાલ માટે 10 મહિના અગાઉ સરકાર સાથે બેઠક યોજાઈ હતી અને તેમાં સરકાર દ્વારા માગ સ્વિકારવા બાયંધરી પણ આપવામાં આવી હતી. પરંતુ તેની અમલવારી આજસુધી ન થતાં કર્મચારીઓ છેતરાપિંડીની લાગણી અનુભવી રહ્યા છે અને આજે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં જિલ્લા મથકોએ રેલી અને સભાના આયોજન કરવામાં આવ્યા હતા. પડતર માગણીઓના સમર્થનમાં આજે રાજકોટ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ નરીન ડઢાણીયા અને મહામંત્રી આર.ડી. ગોહિલની આગેવાની હેઠળ રેલી કાઢવામાં આવી હતી. જિલ્લા પંચાયત ચોકથી શરુ થયેલી આ રેલી ફૂલછાબ ચોક, હરીહર ચોક, જયુબેલી ચોક, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઇસ્કુલ, ધરમ સિનેમા, બહુમાળી થઈ પરત જિલ્લા પંચાયતે આવી પહોંચી હતી. આ રેલી અને સભામાં ફામાર્સિસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન, ફિમેલ અને મેઇલ હેલ્થ વર્કર, સુપરવાઇઝર સહિત અલગ અલગ છ કેડરના 700 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. કર્મચારી આગેવાનોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં નહી આવે તો હવે આગામી તા.17ના ગાંધીનગર ખાતે રેલી યોજવામાં આવશે અને સરકારને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.(નિશુ કાચા)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer