એક વર્ષ બાદ ફરી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 75 રૂપિયાને પાર

એક વર્ષ બાદ ફરી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 75 રૂપિયાને પાર
નવી દિલ્હી, તા. 9 : એક વર્ષ બાદ ફરી એક વખત દિલ્હીમાં પેટ્રોલની કિંમત 75 રૂપિયાથી ઉપર પહોંચી છે. સોમવારે દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલની કિંમત 5 પૈસા અને ડીઝલ 10-11 પૈસા વધી હતી. આ વૃદ્ધિ સાથે જ દિલ્હીમાં પેટ્રોલ 74.95થી વધીને 75 રૂપિયા પ્રતિલિટર થયું હતું અને ડીઝલની કિંમત 66.04 રૂપિયા પ્રતિલિટર થઈ હતી. આ અગાઉ 24 નવેમ્બર 2018ના દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 75.25 રૂપિયા થઈ હતી. દિલ્હી ઉપરાંત મુંબઈમાં લોકોને એક લિટર પેટ્રોલ માટે 80.65 રૂપિયા ચુકવવા પડે છે. જ્યારે ડીઝલ 10 પૈસા મોંઘુ થઈને 68.45 રૂપિયા થયું હતું. ચૈન્નઈમાં પણ પેટ્રોલ 77.97 રૂપિયા અને ડીઝલ 69.81 રૂપિયા પ્રતિલિટર થયું હતું. ઉલ્લેખનિય છે કે ઓપેક દેશોએ ફરી પાંચ લાખ બેરલ ક્રૂડના કાપનો નિર્ણય કર્યો છે. જેના કારણે બેરલ દીઠ ભાવમાં વૃદ્ધિ નોંધાઈ હતી. કહેવાય રહ્યું છે કે હજી આગામી દિવસોમાં કિંમતમાં તેજી જોવા મળશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer