ચીન સામે લડવા મ્યાંમારને સબમરીન સોંપશે ભારત

ચીન સામે લડવા મ્યાંમારને સબમરીન સોંપશે ભારત
નવી દિલ્હી, તા. 9 : ભારતની મ્યાંમાર સાથે દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનાવવા પાછળનો હેતુ એશિયામાં ચીનના પડકારને ટક્કર આપવાનો પણ છે. જેને લઈને મ્યાંમાર પોતાની પહેલી સબમરીનને ટીમમાં સામેલ કરવા જઈ રહ્યું છે. આ સબમરીન ભારત તરફથી ઔપચારિક રૂપે સોંપવામાં આવશે. મ્યાંમારમાં ચીનની દખલ રોકવા માટે ભારત પોતાની રણનીતિ ઉપર કામ કરી રહ્યું છે. રશિયન બનાવટની આઈએનએસ સિંધુવીરને મ્યાંમારને સોંપવાની પ્રક્રિયા પણ રણનીતિનો જ એક ભાગ છે.
સિંધુવીર અધુનિક ટેક્નોલોજીથી સજ્જ
3000 ટનની આઈએનએસ સિંધુવીર 31 વર્ષ જૂની છે પણ રશિયા અને ભારત બન્ને સ્થળે તેમાં સમારકામ કરવામાં આવ્યું છે અને નવી ટેક્નોલોજી ઉમેરવામાં આવી છે. વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં સિંધુવીરમાં ડીઝલ ઈલેક્ટ્રીક બોટના આધુનિકરણનું કામ કરવામાં આવ્યું હતું.
 
તાલિમ માટે મ્યાંમાર કરશે ઉપયોગ
મ્યાંમાર તરફથી આઈએનએસ સિંધુવીરનો પ્રયોગ નાવીકોને તાલિમ માટે કરવામાં આવશે. મ્યાંમાર પોતાના નાવીકોને સબમરીન મારફતે પાણીની અંદર કોમ્બેટ ઓપરેશનની તાલિમ આપશે. માર્ચ-એપ્રિલ 2020મા તાલિમની શરૂઆત થઈ શકે છે .
સિંધુઘોષ ખરીદવાની યોજના
મ્યાંમારની યોજના કિલો ક્લાસ સબમરીન સિંધુઘોષ ખરીદવાની છે. મ્યાંમારે ભારત પાસેથી સબમરીન ખરિદવાનો નિર્ણય 2016મા બંગલાદેશે ચીન પાસેથી સબમરીન ખરીદ્યા બાદ કર્યો હતો. બંગલાદેશ ચીન સાથેનો સૈન્ય સહયોગ સતત વધારી રહ્યું છે.
ભારત આપી રહ્યું છે મ્યાંમારના નાવિકોને તાલિમ
મ્યાંમારને સબમરીન સોંપવાની સાથે ભારત તેના નાવિકોને તાલિમની વ્યવસ્થા પણ કરી રહ્યું છે. મ્યાંમારના નાવિકોને વિશાખાપટ્ટનમમાં આઈએનએસ સતવાહનમાં તાલિમ આપવામાં આવી રહી છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer