રાષ્ટ્રપતિ ભવન તરફ જેએનયુ છાત્રની રેલી : પોલીસનો લાઠીચાર્જ

રાષ્ટ્રપતિ ભવન તરફ જેએનયુ છાત્રની રેલી : પોલીસનો લાઠીચાર્જ
નવી દિલ્હી, તા. 9 : જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)મા ફી વધારાનો વિવાદ હવે રાષ્ટ્રપતિ સુધી પહોંચી ચુક્યો છે. જેએનયુના છાત્ર સોમવારે રાષ્ટ્રપતિ ભવન તરફ રેલી માટે નીકળી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પોલીસ અને છાત્રો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. રેલી જેએનયુથી શરૂ થઈ હતી. છાત્રો રાષ્ટ્રપતિ સમક્ષ અપીલ કરવા માગતા હતા અને ફી વધારાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે. છાત્રો આ મામલે રાષ્ટ્રપતિ કોવિન્દને મળવા માગતા હતા.  રેલીને ટીચર્સ એસોસિએશને પણ સાથ આપ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer