માનવ વિકાસ સૂચકાંકમાં ભારતથી વધારે પાક.ની પ્રગતિ

માનવ વિકાસ સૂચકાંકમાં ભારતથી વધારે પાક.ની પ્રગતિ
ભારત એક ક્રમની છલાંગ
સાથે 129મા ક્રમાંકે: પાકિસ્તાન ત્રણ ક્રમ આગળ વધ્યું
નવી દિલ્હી, તા. 9 : સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ મુજબ 2019માં માનવ વિકાસ સૂચકાંકમાં ભારતે એક ક્રમની છલાંગ મારી છે અને 189 દેશ વચ્ચે 129મા ક્રમાંકે પહેંચ્યું છે. યૂએનડીપીના ભારતમાં સ્થાયી પ્રતિનિધી શહોકો નોડાના કહેવા પ્રમાણે 2005-06થી 2015-16 વચ્ચે 27.1 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા હતા. જો  કે ભારતની સ્થિતિ હજી પણ યોગ્ય નથી. ભારત શ્રીલંકા, ઈરાન અને ચીન સહિતના દેશોથી ઘણું જ પાછળ છે. પાકિસ્તાન પણ આ યાદીમાં ત્રણ ક્રમ આગળ નિકળ્યું છે. જ્યારે બંગલાદેશે બે ક્રમાંકની છલાંગ લગાડી છે.
શોકો નોડાના કહેવા પ્રમાણે ગયા વર્ષે ભારત 130મા ક્રમે હતું. ત્રણ દશકમાં ઝડપી વિકાસના કારણે આ પ્રગતિ થઈ છે અને ગરીબીમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ જીવન જરૂરીયાત, શિક્ષા અને સ્વાસ્થ્ય સુવિધાઓ સુધી લોકોની પહોંચમાં વૃદ્ધિના કારણે ક્રમ સુધર્યો છે.  ભારતના પાડોશી દેશ બંગલાદેશ અને પાકિસ્તાનનું એચડીઆઈ મૂલ્ય ક્રમશ: 0.608 અને 0.562 છે. બંગલાદેશની રેન્કિંગ 134 છે અને પાકિસ્તાન 147મા ક્રમાંકે છે. યાદીમાં નોર્વે, સ્વિત્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ અને જર્મની ટોચ ઉપર છે. જ્યારે નાઈઝર, દક્ષિણ આફ્રિકી ગણરાજ્ય, દક્ષિણ સુદાન, ચાડ અને બુરુંડી સૌથી નીચેના ક્રમે છે.
ટોપ 10 દેશ
ક્રમ        દેશ
1          નોર્વે
2          સ્વિત્ઝરલેન્ડ
3          ઓસ્ટ્રેલિયા
4          આયર્લેન્ડ
5          જર્મની
6          આઈસલેન્ડ
7          હોંગકોંગ
8          સ્વીડન
9          સિંગાપુર
10        નેધરલેન્ડ

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer