યશરાજ બેનરની નવી ફિલ્માં રણબીર-ટાઇગર ?

યશરાજ બેનરની નવી ફિલ્માં રણબીર-ટાઇગર ?
યશરાજ ફિલ્મસ તેની પ0 વર્ષની ગોલ્ડન જયુબેલી જોરદાર રીતે ઉજવવાની તૈયારી રહયું છે. હાલ યશરાજ બનેર તળે ત્રણ ફિલ્મ નિર્માણાધિન છે. જેમાં રણવીરસિંહની લીડ રોલવાળી ફિલ્મ જયેશભાઇ જોરદાર, રણવીર કપૂર અને સંજય દત્તની ફિલ્મ શમશેરા અને અક્ષયકુમાર તથા માનુષી છિલ્લરની ઐતિહાસિક ફિલ્મ પૃથ્વીરાજ સામેલ છે. બીજી કેટલીક ફિલ્મોના પણ એલાન કર્યાં છે. જેમાં સલમાન ખાન અને કેટરિના કૈફની ટાઇગર ફ્રેંચાઇઝીની ત્રીજી ફિલ્મ. હવે એવા રિપોર્ટ છે કે આદિત્ય ચોપરાએ યશરાજની નવી ફિલ્મમાં રણબીર કપૂર અને ટાઇગર શ્રોફને લેવાની યોજના બનાવી છે. જે બિગ બજેટની એકશન ફિલ્મ હશે. સ્વ. યશ ચોપરાએ વર્ષ 1970માં યશરાજ ફિલ્મસ પ્રોડકશન હાઉસની સ્થાપના કરી હતી. યશરાજની પાછલી સુપરહિટ ફિલ્મ વોરમાં ટાઇગર શ્રોફ સાથે રીતિક રોશન જોવા મળ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer