પાનીપતને લઇને વિરોધ તીવ્ર : પ્રતિબંધ મુકવા માગ

પાનીપતને લઇને વિરોધ તીવ્ર : પ્રતિબંધ મુકવા માગ
જયપુર, તા. 9 : ફિલ્મ પાનીપતને લઇને વિવાદ સતત વધી રહ્યો છે. રાજસ્થાનના જાટ સમુદાયે ફિલ્મના એક સીનને લઇને વાંધો ઉઠાવ્યો છે. ત્યારબાદ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ થઇ રહી છે. સ્થાનિક લોકોએ નિર્દેશક આશુતોષ ગોવારિકરના પુતળા ફૂંક્યા હતા. જયપુર અને અન્ય કેટલીક જગ્યાઓ ઉપર સિનેમા હોલમાં તોડફોડ કરવામાં આવી હતી. રાજસ્થાનના પ્રવાસમંત્રી વિશ્વેદ્રાસિંહ દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ભારતના જાટ સમુદાયના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમણે કહ્યું છે કે, આ ખુબ જ દુખદાયક બાબત છે કે, ઐતિહાસિક તથ્યો સાથે  છેડછાડ કરીને ભરતપુરના મહારાજા સુરજમલ જાટ જેવા પુરુષના ચિત્રણને પાનીપત ફિલ્મમાં ખુબ ખરાબ રીતે ચિત્રિત કરવામાં આવ્યું છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer