ક્રીન એવોર્ડમાં ‘ગલીબોય’ છવાઈ રણવીર-આલિયા શ્રેષ્ઠ કલાકાર

ક્રીન એવોર્ડમાં ‘ગલીબોય’ છવાઈ  રણવીર-આલિયા શ્રેષ્ઠ કલાકાર
મુંબઈમાં ગઇકાલે ક્રીન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, રીતિક રોશન, શાહિદકપૂર, આયુષ્યમાન ખુરાના, યામી ગૌતમ, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, સુરવીન ચાવલા સહિત અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.
ફિલ્મ ‘ગલી બોયે’ કુલ 4 એવોર્ડ પોતાનાં નામે કર્યા હતા. જેમાં રણવીર સિંહને બેસ્ટ એક્ટર (મેલ), આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટર (ફીમેલ), ઝોયા અખ્તરને બેસ્ટ ડાયરેક્ટર, સિદ્ધાંત ચતુર્વેદીને મોસ્ટ પ્રોમિસિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
એવોર્ડ વિજેતા કલાકારો આ પ્રમાણે છે : બેસ્ટ એક્ટર (મેલ) ગલી બોય માટે રણવીર સિંહ, બેસ્ટ એક્ટર (ફીમેલ) :ગલી બોય માટે આલિયા ભટ્ટ, બેસ્ટ ડાયરેક્ટર (િક્રટિક્સ ચોઇસ) : ‘આર્ટિકલ 15’ અનુભવ સિંહ, બેસ્ટ ડાયરેક્ટર : ‘ગલી બોય’ માટે ઝોયા અખ્તર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ) : ‘મર્દ દો દર્દ નહીં હોતા’ માટે ગુલશન દેવૈયા, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફીમેલ) : ‘કબીર સિંહ’ માટે કામિની કૌશલ, મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર (મેલ) : ‘ગલી બોય’ માટે સિદ્ધાંત ચતુર્વેદી, મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર (ફીમેલ) : ‘કેદારનાથ’ માટે સારા અલી ખાન, બેસ્ટ એક્ટર ઇન કોમિક રોલ (ફીમેલ) : ‘બાલા’ માટે યામી ગૌતમ, વાત નવી એવોર્ડ : લુકાછુપી, બેસ્ટ એક્ટર ક્રિટિક્સ ચોઇસ (મેલ) : આયુષ્યમાન ખુરાના, બેસ્ટ એક્ટર ક્રિટિક્સ ચોઇસ (ફીમેલ) : ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુ, મોસ્ટ પ્રોમિસિંગ ડેબ્યુ ડાયરેક્ટર : ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ માટે આદિત્ય ધર, બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) : ‘કબીરસિંહ’ના ગીત ‘બેખયાલી’ માટે સચેત ટંડન અને બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) : ‘કલંક’નાં ગીત પર ‘ઘર મેરે પરદેસિયા’ માટે શ્રેયા ઘોષાલ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer