ધોની ટીવી શ્રેણીમાં જોવા મળશે જવાનોની વીરગાથા સંભળાવશે

ધોની ટીવી શ્રેણીમાં જોવા મળશે જવાનોની વીરગાથા સંભળાવશે
મુંબઇ, તા. 9: પૂર્વ ભારતીય સુકાની મહેન્દ્રસિંઘ ધોની ટૂંક સમયમાં એક ટીવી સિરીઝ લઇને આવી રહ્યો છે. જેમાં તે ભારતીય સેનાના પુરસ્કૃત અધિકારીઓની વિરગાથા સંભળાવશે. સ્ટુડીયો નેકસ્ટ દ્વારા ધોનીના સહયોગથી આ ટીવી શ્રેણીનું નિર્માણ થઇ રહ્યું છે. ધોની ખુદ આર્મી ટેરીટોરીયલમાં પેરાશૂટ રેજીમેન્ટમાં લેફટનન્ટ કર્નલની માનદ ઉપાધિ ધરાવે છે. રિપોર્ટ અનુસાર ધોની તેના ટીવી શોમાં બહાદુર પરમવિર ચક્ર અને અશોક ચક્ર વિજેતાઓની કહાનીઓ દર્શકોને સંભળાવશે.
હાલ આ સિરીઝની ક્રીપ્ટ તૈયાર થઇ રહી છે અને ટૂંક સમયમાં શૂટીંગ પણ શરૂ થશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વર્લ્ડ કપ બાદ ધોની ભારતીય ટીમની બહાર
ચાલી રહ્યો છે.
તાજેતરમાં જ તેણે એવું બયાન આપ્યું હતું કે, જાન્યુઆરી પહેલાં વાપસી વિશે કોઇએ સવાલ કરવો નહીં. 38 વર્ષીય ધોની છેલ્લે વર્લ્ડ કપના સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળ્યો હતો.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer