વડોદરા ગેંગરેપમાં ઝડપાયેલા બેમાંથી એક જસદણનો

વડોદરા ગેંગરેપમાં ઝડપાયેલા બેમાંથી એક જસદણનો
વડોદરાના નવલખી મેદાનમાં સગીરાને ઝાડીમાં લઈ જઈ પાશવી બળાત્કાર ગુજારાયો હતો
ક્ષ     ફુગ્ગા વેચનારા, આરોપીઓની અગાઉ મારામારી, ચોરી-ઘરફોડી જેવા ગુનાઓમાં સંડોવણી
અમદાવાદ, તા. 8: દેશમાં હૈદરાબાદ, ઉન્નાવ અને ગુજરાતમાં વડોદરા, રાજકોટમાં એક પછી એક બનેલી          બળાત્કારની જઘન્ય ઘટનાથી લોકોમાં જનાક્રોશ ભભૂકી રહ્યો છે. રાજકોટમાં બાળકી પર બળાત્કારના આરોપીની ધરપકડ બાદ વડોદરાની ઘટનાના બન્ને નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. ફુગ્ગા વેચનારા આ બન્નેમાંથી એક આરોપીનું રાજકોટ કનેક્શન નીકળ્યું છે. જશો સોલંકી નામનો દેવીપૂજક શખસ મુળ રાજકોટના જસદણનો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
વડોદરાના નવલખી મેદાનમાં સગીરાને ઝાડીઓમાં લઇ જઇ તેના પર બળાત્કાર ગુજારનારા બે નરાધમોને તપાસમાં જોતરાયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. ઘટનાના 10 દિવસ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજે સવારે વડોદરા શહેરના સુસેન તરસાલી વિસ્તારમાંથી  કિશન અને જશો નામના બે ફુગ્ગા વેચનારા દેવીપૂજક શખ્સોની ધરપકડ કરી હતી.  ક્રાઈમ બ્રાન્ચના સ્પેશ્યલ કમિશનર અજય તોમરે કહ્યુ ંકે, આરોપીઓની પૂછપરછમાં ફરિયાદમાં જણાવેલી વિગતોને સમર્થન મળી આવ્યું છે. બીજા પુરાવા અમારી પાસે છે. આરોપી કિશન કોળુભાઇ  (જુઓ પાનું 10)
માથાસુરિયા 28વર્ષને છે અને આણંદના તારાપુરનો રહેવાસી છે. જ્યારે બીજો આરોપી જશો સોલંકી જે મૂળ રાજકોટ જસદણ ગામનો રહેવાસી છે. આ આરોપીઓની પૂછપરછમાં અગાઉ  મારામારી, ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલા છેં અને હજુ વધુ અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે.
અજય તોમરે જણાવ્યું કે, આ ગુનેગારોને એવું હોય છે કે અમને જાણ નહીં થાય. આ આરોપીઓને પણ એવું હતું કે, અમારી ઓળખાણ નહીં થાય, રાતનું અંધારૂં હતુ અને તે નીકળી ગયા કે કોઇએ જોયું નહીં પરંતુ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી સર્વેલન્સ, ઇલેક્ટોનિક્સ સર્વેલન્સના આધારે ઝડપી પાડયા. આ આરોપીઓ પાસેથી સગીરાના મંગેતરના એક્ટિવાની ચાવી મળી આવી છે. આ સિવાય ઘટના દરમિયાન તેમના ફેન પર આવેલા 8 સેકન્ડના કોલ તેમજ ટ્રુ કોલરના ફોટાના કારણે તરત પોલીસના સકંજામાં આવી ગયા હતા.
વડોદરામાં ચકચાર મચાવનારા સગીરા પર ગેંગરેપ કેસની વિગત એવી છે કે, 28મી નવેમ્બરને ગુરૂવારે રાત્રે યાકુતપુરાની 14 વર્ષની સગીરા તેના 15 વર્ષના મંગેતર સાથે એક્ટિવા પર નવલખી ગ્રાઉન્ડમાં ગઇ હતી. જ્યાં કમ્પાઉન્ડમાં આ સગીરા પોતાના મંગેતર સાથે બેઠી હતી, ત્યા બે યુવાનોએ પોતે પોલીસ છે તેવી ઓળખાણ આપીને કિશોરીના મંગેતરને લાકડીઓથી માર માર્યો હતો. જે બાદ આ કિશોરીને ખેંચીને થોડે દૂર ઝાડીમાં લઇ ગયા હતા. જ્યાં 45 મિનિટ સુધી સગીરા પર બંને યુવાને પાશવી દુષ્કર્મ ગુજાર્યુ હતું. જે બાદ તેઓ પીડિતાને ત્યાં જ મુકીને ફરાર થઇ ગયા હતા. આ દરમિયાન મંગેતરે પોલીસને ફોન નહીં લાગતા પોતાના મિત્રને ફોન કર્યો હતો. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આરોપીઓને ઓળખવા વડોદરા પોલીસે કલેક્ટર પાસે 5 વિધાનસભાની ફોટાવાળી મતદાર યાદી મંગાવી હતી. પોલીસે ફોટાવાળી મતદાર યાદી પરથી આરોપીઓને શોધવાનો પ્રયાસ કર્યો હતો. તો ગઇકાલે 10 શંકાસ્પદોના સયાજી હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ અને બ્લડ સેમ્પલ લેવાયા હતા. પોલીસે જારી કરેલા સ્કેચ જેવા દેખાતા 1000 જેટલા લોકોની પૂછપરછ કરાઇ હતી. તો ગઇકાલે દુષ્કર્મ પીડિત સગીરાને વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા 7 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને સરકારની કમિટીએ આ સહાય ચૂકવી હતી. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્યપ્રધાને જ્યાં દુષ્કર્મ થયું હતું તે નવલખી મેદાનમાં અવાવરુ જગ્યામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ફંડ માગવા સૂચન કર્યુ હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer