ગોંડલમાં કળિયુગ પરાકાષ્ઠાએ ?! : પાલક પિતાનું પુત્રી પર દુષ્કર્મ

ગોંડલમાં કળિયુગ પરાકાષ્ઠાએ ?! : પાલક પિતાનું પુત્રી પર દુષ્કર્મ
સગીરાને સગર્ભા બનાવનાર નરાધમને ગણતરીની મિનિટોમાં જ પોલીસે દબોચ્યો
જીતેન્દ્ર આચાર્ય
ગોંડલ, તા.8 (ફૂલછાબ ન્યુઝ): શહેરના વોરા કોટડા રોડ પર રહેતી પરપ્રાંતીય મહિલાની સગીર પુત્રી પર તેના પાલક પિતાએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાથી સગીરા ગર્ભવતી બનતાં ભાંડો ફૂટયો હતો. બનાવ અંગે તેની માતાએ સિટી પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે નાસવાની પેરવી કરતા નફ્ફટ પિતાને જડપી લઈ સરભરા કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અત્રેનાં વોરા કોટડા રોડ પર આવેલ આવાસ ક્વાર્ટરમાં રહેતી મૂળ મહારાષ્ટ્રનાં ગામના પરપ્રાંતીય પરિવારની પુત્રી પર તેનાં પાલક પિતા લાલજી લીંબા ગોહેલ (ઉ.45) એ બાળાની નાદાનિયતનો ગેરલાભ ઉઠાવી દુષ્કર્મ આચરતાં સગીરા ગર્ભવતી બની હતી. સગીરાને ઉલ્ટી થતાં અને પેટમાં દુ:ખતું હોવાની ફરિયાદ તેની માતાને કરતાં સગીરાનું ઉપસી ગયેલું પેટ જોઈ કંઇક અજુગતું બન્યાની શંકા સાથે સગીર પુત્રીને લઈ પોલીસ સ્ટેશને દોડી ગઈ હતી.
જ્યાં પી.આઇ.જાડેજા તથા પી.એસ.આઈ. ઝાલાની પૂછપરછમાં સગીરાના પાલક પિતા લાલજી દ્વારા છેલ્લા આઠ માસથી સગીરાની એકલતાનો લાભ લઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા પી.આઇ. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ઝાલા,
વિશાલભાઈ, હરભમભાઈ, રાજભા ઝાલા, ઘનુભા, રાજુભાઈ સહિતની ટીમે ગણતરીની મિનિટોમાં વોરા કોટડા રોડ પર દોડી જઈ નાશવાની પેરવીમાં રહેલા લાલજીને દબોચી લીધો હતો.
સગીરાની માતાને આગલાં પતિથી છૂટાછેડા થયાં બાદ આઠેક વર્ષથી પોતાના ચાર સંતાનો સાથે ગોંડલ રહેવા આવી હતી.
દરમિયાન કોલેજ ચોકમાં મેળામાં ચકરડીમાં મજૂરીકામ કરતી હોય ત્યાં લાલજી ગોહેલ સાથે આંખ મળી જતાં સંતાનો સાથે વગર લગ્ને લાલજી સાથે રહેતી હતી.
બનાવ અંગે પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer