લલનાને ચુકવવાના પૈસા ન હતા એટલે બાળાને ઉઠાવીને દુષ્કર્મ આચર્યુ’તું

લલનાને ચુકવવાના પૈસા ન હતા એટલે બાળાને ઉઠાવીને દુષ્કર્મ આચર્યુ’તું
આઠ વર્ષના બાળા પરના દુષ્કર્મનો આરોપી બે દી’ના રિમાન્ડ પર: ખોટુ થઇ ગયાનું અને ઉંઘ ન આવતી હોવાનું આરોપી નાટક
રાજકોટ, તા. 2: ભાવનગર રોડ પરના બગીચા પાસેથી શ્રમિક પરિવારની આઠ વર્ષની માસુમ બાળાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવા અંગે પકડાયેલા હરદેવ મશરૂભાઇ માંગરોલિયા નામના શખસે   લલનાને ચુકવવાના પૈસા ન હોવાથી બાળાને ઉઠાવીને દુષ્કર્મ આચર્યુ હોવાની કબુલાત આપી હતી. પોલીસે હરદેવને બે દિવસના રિમાન્ડ પર મેળવીને સાંયોગિક પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યુ છે.
પોલીસને પુછપરછમાં હરદેવે એવી કબુલાત આપી હતીકે, તે કુંવારો છેઅને દેશી દારૂ પીવાની આદત ધરાવે છે. નશો કર્યા બાદ સેકસની ઇચ્છા થાય ત્યારે તે ભાવનગર રોડ પર જતો હતો અને ત્યાં લલનાનો સહવાસ માણતો હતો. બનાવની રાત તેની પાસે લલનાને ચુકવવા માટે પૈસા ન હતાં.તે ભાવનગર રોડ પરના આરએમસીના બગીચા પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે ત્યાં સુતેલી માસુમ બાળા પર તેની નજર ગઇ હતી. વાસના સંતોષવા માટે બાળાને ગોદડામાં વીંટીને અપહરણ કરી ગયો હતો.તે જે સ્થળે કાયમ દારૂ પીવા માટે બેસતો હતો તે પુલ નીચે લઇ ગયો હતો ત્યાં બાળા પર દુષ્કર્મ આચર્યુ હતું અને બાળાને લોહીલોહાણ કરી નાખી હતી.
બાદમાં તે બાળાને ત્યાં કણસતી મૂકીને નાસી ગયો હતો.  આ કૃત્ય બાદ તેને ખોટુ થઇ ગયાનો અહેસાસ થયો હતો અને રાતના ઉંધ પણ આવતી ન હોવાનું કહ્યું હતું. જો કે, મગરના આંસુ હોય અને તે નાટક કરતો હોવાનું પોલીસ માની રહી છે.
માસુમ બાળા પરના દુષ્કર્મ અંગે પકડાયેલા હરદેવ માંગરોલિયાને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવાની માગણી સાથે કોર્ટમાં રજુ કર્યો હતો. અદાલતે તેને બે દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો હતો.
વકીલોએ સુત્રોચ્ચાર કર્યા:  આઠ વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનાર શખસ સામે આક્રોશ ઉભો થયો છે. વકીલો દ્વારા આ શખસનો કેસ નહી લડવાનો નિર્ણય લેવાયો છ.ઁ આ અંગે બાર એસોસીએશને ઠરાવ પણ કર્યો છે. વકીલોએ સુત્રોચ્ચાર કરીને આરોપીને સજા થાય તે માટે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટરની નિમણુક કરવાની માગણી
કરી હતી.
સહાય:  બાળા પરના દુષ્કર્મનો આરોપી તાકીદે ઝડપાઇ જાય તે માટે રૂ. 50 હજારના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. પોલીસે રાતદિવસ જોયા વગર કરેલી કામગીરીના કારણે આરોપી હરદેવ માંગરોલિયા ઝડપાઇ ગયો હતો. આ શખસને ઝડપી લેનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ઇનામ આપવામાં આવ્યું હતું.
પોલીસને ઇનામની રૂ. 45 હજારની રોકડ રકમ, રઘુવીરસેના તરફથી મળેલા રૂ. 25 હજાર મળી કુલ રૂ. 70 હજાર ભોગબનનાર બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે તેના પરિવારજનોને સુપ્રત કર્યા હતાં. આ ઉપરાંત બાળકી માટે રમકડા પણ આપ્યા હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer