પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ગાબડું !

પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ગાબડું !
કોંગ્રેસ નેતાના ઘરમાં ઘૂસીને લોકોએ સેલ્ફીની માગ કરી:  સીઆરપીએફને કરાઇ ફરિયાદ
નવીદિલ્હી, તા. 2 : દિલ્હીમાં લોધી એસ્ટટ સ્થિત કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાના નિવાસસ્થાનના સુરક્ષા ઘેરામાં ગાબડાંનો મામલો સામે આવતાં રાજકીય જગતમાં ચર્ચા જામી છે. અજાણ્યા શખ્સો અચાનક નિવાસસ્થાને ઘૂસી જઇને પ્રિયંકા સાથે સેલ્ફી લેવાનો અનુરોધ કરવા લાગ્યા હતા.
ખાસ ઉલ્લેખનીય છે કે, આ ઘટના એવા સમયે બની છે,   જ્યારે ગાંધી પરિવારની   એસપીજી સુરક્ષા હટાવી દેવાઇ છે અને ઝેડ પ્લસ સુરક્ષા સુવિધા અપાઇ છે.
આ મામલામાં નવી વ્યવસ્થા તળે ગાંધી પરિવારની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલાં કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીઆરપીએફ)ને ફરિયાદ પણ કરી દેવાઇ છે. અગાઉથી કોઇપણ જાતની એપોઇન્ટમેન્ટ કે પૂર્વ મંજૂરી વિના કેટલાક અજ્ઞાત લોકો એક સપ્તાહ પહેલાં પ્રિયકાં ગાંધીના આવાસમાં પ્રવેશી ગયા હતા. ફરિયાદને ધ્યાને લેતાં કોંગ્રેસ મહામંત્રીની સુરક્ષામાં ગાબડાંના મામલાની તપાસ સીઆરપીએફ દ્વારા હાથ ધરાઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer