ઉ.ભારત ઠંડુંગાર: કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં હિમવર્ષા

ઉ.ભારત ઠંડુંગાર: કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં હિમવર્ષા
લેહમાં તાપમાન માઇનસ 13.2, ગુલમર્ગમાં માઈનસ 8 ડિગ્રી
નવી દિલ્હી, તા.2: ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ધુમ્મસ અને ઠંડીના કારણે જનજીવન ઉપર માઠી અસર થઇ છે જ્યારે બીજી બાજુ ભારે વરસાદ અને હિમવર્ષાના લીધે હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના કેટલાક ભાગો તેમજ લડાખમાં હાલમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે.
આ તમામ જગ્યાઓએ બરફની ચાદર છવાઈ ગઈ છે.આ તમામ રાજ્યોના કેટલાક ભાગોમાં પારો શુન્યથી નીચે પહોંચી ગયો છે. કાશ્મીરના અનેક ભાગો, લડાખના કેટલાક વિસ્તારો અને હિમાચલ પ્રદેશના જુદા જુદા ભાગોમાં પારો શુન્યથી નીચે પહોંચી ગયો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પણ પારો ઘટીને 9.4 સુધી પહોંચી ગયો છે. 
હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં હિમવર્ષા જારી રહી છે. હિમાચલના લાહોલ-િસ્પતી જિલ્લામાં ચંદ્રા ખીણ ખાતે બરફની ચાદર છવાઇ ગઇ છે. લેહમાં માઇનસ 13.2 ડિગ્રી તાપમાન થયુ છે. જ્યારે શ્રીનગરમાં માઇનસ 0.9 ડિગ્રી તાપમાન થયુ છે. ઉત્તર કાશ્મીરના સ્કી રિસોર્ટ ગુલમર્ગ ખાતે ગયા સપ્તાહમાં હિમ વર્ષા થઇ ચૂકી છે. અહીં માઇનસ આઠ ડિગ્રી તાપમાન થયુ છે. શ્રીનગર-લેહ હાઇવેને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. મનાલી, લાહોલ-િસ્પતી અને કિન્નોરમાં પારો ખૂબ નીચે પહોંચી ગયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer