રેલવેની કમાણી દાયકાના તળિયે !

રેલવેની કમાણી દાયકાના તળિયે !
કેગના અહેવાલમાં ઘટસ્ફોટ 2017-2018માં 100 રૂપિયા કમાવા માટે 98.44 રૂા. ખર્ચાયા !
નવી દિલ્હી, તા. 2: ભારતીય રેલવેની કમાણી ઘટીને 10 વરસ એટલે કે વીતેલા એક દાયકામાં સૌથી ખરાબ રહી છે. વર્ષ 2017-18માં સંચાલન દર 98.44 ટકા નોંધાયો હતો.
રેલવેમાં પરિચાલન અનુપાતનું તાત્પર્ય એ છે કે ભારતના રેલવે તંત્રએ 100 રૂપિયાની કમાણી કરવા માટે 98.44 રૂપિયા ખર્ચ કર્યા હતા.
કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ) ના અહેવાલમાં આ ઘટસ્ફોટ કરાવ્યો છે. 2017-18માં રેલવેના કારોબારમાં કમાણી માટે કરવા પડેલા ખર્ચનું પ્રમાણ ઘણું જ  ઊંચું રહ્યું છે.
આ અનુપાત પાછળનું મુખ્ય કારણ વિતેલા વર્ષે 7.63 ટકા સંચાલન વ્યયની તુલનામાં ઉચ્ચ વૃધ્ધિ દર 10.29 ટકા રહેવાનો છે.
કેગના અહેવાલમાં રેલવે તંત્રએ આંતરિક મહેસૂલી આવક વધારવા માટે ઉપાય કરવા જરૂરી જણાય છે. તેવું સૂચન કરાયું છે. રેલ્વેનો સંચાલન અનુપાત-2008-09માં 195.28 ટકા હતો. તો 2012-13માં સૌથી ઓછો 90.19 ટકા નોંધાયો હતો.  કેગના અહેવાલમાં દેશના રેલવેતંત્રને કમાણી માટે ખર્ચ  ઘટાડવા સહિત સૂચનો કરી ખર્ચની સામે  આવક વધારવાના પગલાં તાકીદે લેવા શીખ અપાઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer