અંડર-19 વર્લ્ડકપ : ભારતીય ટીમનો સુકાની પિયમ ગર્ગ

અંડર-19 વર્લ્ડકપ : ભારતીય ટીમનો સુકાની પિયમ ગર્ગ
17 જાન્યુઆરીથી રમાનારી સ્પર્ધા માટે 15 સભ્યની ટીમ પસંદ કરાઇ
મુંબઇ, તા. 2 : ઉત્તર પ્રદેશનો બેટધર પ્રિયમ ગર્ગ દક્ષિણ આફ્રિકામાં આગામી વર્ષે યોજાનાર આઇસીસી અંડર-19 ક્રિકેટ વિશ્વ કપમાં ગત ચેમ્પિયન ભારતીય ટીમના સુકાની તરીકે મેદાન પર ઉતરશે.
અખિલ ભારતીય જૂનિયર પસંદગી સમિતિએ 17 જાન્યુઆરીથી નવ ફેબ્રુઆરી સુધી રમાનાર વિશ્વકપ સ્પર્ધા માટે 15 ખેલાડીની ટીમની પસંદગી
કરી હતી. ટોચના ક્રમના બેટધર ગર્ગનાં નામ પર પ્રથમ શ્રેણી ક્રિકેટમાં બેવડી સદી અને લિસ્ટ એમાં સદી નોંધાયેલી છે. પ્રિયમ ઉપરાંત, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, દિવ્યાંશ સકસેના, ઉપસુકાની વિકેટ કિપર ધ્રુવચંદ જુરલ, શાશ્વત રાવત, દિવ્યાંશ જોશી, શુભાંગ હેગડે, રવિ બિશ્નોઇ, આકાશસિંહ, કાર્તિક ત્યાગી, સુશ્રાંત મિશ્રા, વિદ્યાધર પાટીલ, કુમાર કુશાગ્રને સ્થાન મળ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer