સુરતમાં 320 ઉપધાન આરાધકોને મોથીમાળ, 2-મુનિ ભગવંતોને ગણિપદ અપાયું

મુની ભગવંતોની   પ્રેરક ઉપસ્થિતિ:    18-મુમુક્ષુઓએ સંયમ જીવન અપનાવ્યું
સુરત, તા.2: સુરતમાં શાંતિવર્ધક જૈન સંઘનાં આંગણે અધ્યાત્મ નગરીમાં પાંચ દિવસથી ચાલતા પ્રભુ પંથોત્સવ પર્વમાં એક સાથે 18 મુમુક્ષોને દીક્ષા ગ્રહણ કરી સંયમ જીવન અપનાવ્યું હતું. આ સાથે જ ત્રિવેણી કાર્યક્રમમાં 320 ઉપધાન આરાધકોને મોક્ષમાળા પહેરાવાઈ સાથે 3 મુનિભગવંતશ્રીને ગણિપપદ પ્રદાન કરાયું હતું.
સવારે પાંચ કલાકે ગુરૂ ભગવંતોના પ્રવેશ સાથે દીક્ષા વિધી શરૂ કરાઈ હતી. દીક્ષાર્થીઓને ગુરૂ ભગવંતોએ ઓઘો અર્પણ કર્યો હતો. 12 વર્ષની સૌથી નાની વયનાં બાલ દીક્ષાર્થીને પ્રથમ ઓઘો અર્પણ કરાયો હતો. ઉપસ્થિત જનમેદની ઓઘો વિધી નિહાળી હતી.
દીક્ષાર્થીઓ જ્યારે વેશ પરિવર્તન કરીને પધાર્યા ત્યારે દીક્ષા ઉત્સવને માણી રહેલાં હજારો ધર્મપ્રેમીઓની આંખો દીક્ષાર્થીઓ પર સ્થિર હતી. મંડપમાંથી દીક્ષાર્થીઓ અમર રહો નો નારો ગૂંજ્યો હતો. દીક્ષા વિધી બાદ ત્રણ મુનિભગવંતને ગણિપદ પ્રદાન  કરવામાં આવ્યું હતું.  ત્યારબાધ મોક્ષમાળારોપણ કાર્યક્રમ શરૂ થયો હતો.  અજબ ધૂન ઉપધાનની લાગી રે..ના સંગીતમય સફરમાં ઉપધાન તપના 320 આરધકોને  મોક્ષમાળા પહેરાવાઇ  હતી.
સમસ્ત સુરત શ્રી સંઘની નવકારશી અને સ્વામીવાત્સલ્ય હતું. 25000 જેટલા લોકો દીક્ષા અવસરના સાક્ષી બન્યા હતા.  સાધર્મિક ભકિતનો લાભ લીધો હતો. શ્રી સોમસુંદરસુરીશ્વરજી મહારાજ શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રી શ્રેયાંસપ્રભસરીશ્વરજી મહારાજ, દીક્ષાધર્મનાયક જૈનાર્ચા યોગતિલકસૂરિશ્વરજી, શ્રી ધર્મદર્શનસુરીશ્વરજી,  શ્રી પુણ્યસુંદરીશ્વરજી તેમજ આદિ સુરીરામ તથા સુરશાંતિ સમુદાયના 400 થી વધુ શ્રમણ, શ્રમણી ભગંવતોની પાવન નિશ્રામાં આ સમગ્ર પ્રભુ પંથોત્સવ  ત્રિવેણી  મહોત્સવ  સંપન્ન થયો હતો.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer