રૂટ નં.5, 7, 22 અને 27 માટે નવા ચાર સ્ટોપ નક્કી કરાયાં
રાજકોટ, તા.19 : શહેરના આમ્રપાલી ફાટક પાસે અંડરબ્રિજ નિર્માણની કામગીરી શરૂ હોવાથી રૈયા રોડ પરથી પસાર થતી સિટી બસ સેવાના રૂટ નં.5 (રૈયા ગામથી ત્રંબા ગામ), રૂટ નં.7 (બજરંગવાડી સર્કલથી ભક્તિનગર સર્કલ), રૂટ નં.22 રૈયા ગામથી માર્કેટીંગ યાર્ડ તથા રૂટ નં.27 ત્રિકોણબાગથી રૈયાધાર બસને કિસાનપરા ચોકથી કાલાવાડ રોડ પર કોટેચા ચોક સુધી ત્યારબાદ નિર્મલા કોન્વેન્ટ રોડ પરથી હનુમાન મઢી સુધી અને ત્યારબાદ રૈયા રોડ પર આગળની તરફ તેના નિયત રૂટ પર થઈ ચલાવવામાં આવશે તેમજ રિટર્નમાં તે જ રસ્તા પર થઈને ચલાવવામાં આવશે.
દરમિયાન આ રૂટ પર કુલ 4 બસ સ્ટોપ (1) સ્વામિનારાયણ મંદિર-કાલાવડ રોડ (2) કોટેચા ચોક (3) ફાયરબ્રિગેડ (નિર્મલા રોડ) (4) નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ નક્કી કરવામાં આવ્યાં છે. અંડરબ્રિજની કામગીરી પૂર્ણ થતાં ફરી આ તમામ બસોને રાબેતા મુજબ રૈયા રોડ પરથી ચલાવવામાં આવશે.
રૈયા રોડ પર અંડરબ્રિજના કામને લીધે 4 સિટી બસના રૂટમાં ફેરફાર
