રાજકોટ મહાપાલિકાના 47મા સ્થાપના દિનના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ કોર્પોરેશન સ્ટાફ સ્પોર્ટસ એન્ડ રિક્રીએશન ક્લબ દ્વારા મનપાની તમામ શાખાઓ વચ્ચે રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. રંગોળી સ્પર્ધામાં પ્રોજેક્ટ શાખા દ્વારા કોર્પોરેશનના લોગો સાથે બનાવવામાં આવેલી રંગોળી આકર્ષણનું કેન્દ્ર રહી હતી. આ ઉપરાંત કમિશનર બ્રાન્ચે બનાવેલી રંગોળીએ પણ રંગ રાખ્યો હતો. સ્પર્ધાનુ ઉદ્ઘાટન કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલિયાએ કર્યુ હતું. (નિશુ કાચા)
મનપાએ સ્થાપના દિને સજ્યો રંગોળીનો શણગાર !
