કોરિયા ઓપનમાંથી સાઇના હટી ભારતનો પડકાર શ્રીકાંત રજૂ કરશે

કોરિયા ઓપનમાંથી સાઇના હટી ભારતનો પડકાર શ્રીકાંત રજૂ કરશે
નવી દિલ્હી, તા. 19: ભારતની અનુભવી મહિલા શટલર સાઇના નેહવાલ આજથી શરૂ થઇ રહેલ કોરિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાંથી હટી ગઇ છે. સાઇના બાકાત થતાં મહિલા સિંગલ્સમાં ભારતનો કોઇ પડકાર રહયો નથી. બીજી તરફ પુરુષ સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંત તેનું શાનદાર ફોર્મ જાળવી રાખવા માંગશે. તે ગત સપ્તાહે હોંગકોંગ ઓપનના સેમિ ફાઇનલમાં પહોંચ્યો હતો. કોરિયા ઓપનના પહેલા રાઉન્ડમાં તેની ટકકર હોંગકોંગના ખેલાડી વોંગ વિંગ વિન્સેટ વિરૂધ્ધ થશે. દુનિયાનો 13મા ક્રમનો ખેલાડી શ્રીકાંત વિન્સેટ સામે 10 જીત નોંધાવી ચૂકયો છે. જયારે ત્રણમાં હાર સહન કરી ચૂકયો છે. શ્રીકાંત હાલ સંઘર્ષના સમયમાંથી પસાર થઇ રહયો છે. શ્રીકાંત ઉપરાંત સમીર વર્મા પહેલા રાઉન્ડમાં ચીની ખેલાડી શી યૂકી સામે ટકરાશે. તેનો મોટોભાઇ સૌરભ વર્મા કવોલીફાયરનો સામનો કરશે. બન્ને ભાઇ પહેલા રાઉન્ડની બાધા પાર કરવામાં સફળ રહેશે તો બીજા રાઉન્ડમાં આમને-સામને હશે. કોરિયા ઓપનમાં સ્ટાર શટલર પીવી સિંધુ વિશ્રામ લીધો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer